________________
પેદાશ અને ઉદ્યોગ
[ પ પૂર્વ સરહદની ડુંગરાળ ભૂમિમાં કુદરતી સાનુકૂળતા કઈ ન હોવાથી માત્ર મકાઈ કે ચણા સિવાય કોઈ પણ ખેતીની પેદાશ થતી નથી. ‘ ગરીબ લેાકાનું ધાન્ય' બાજરી ખાસ કરીને કાઠીયાવાડના ઝાલાવાડ વિભાગમાં પુષ્કળ પાકે છે. તે ઉપરાંત કાઠીયાવાડનાં અન્ય રાજ્યમાં અને ઉત્તર તરફ વઢીયારની જમીનમાં બાજરી પાકે છે. ખાજરીની માફક જુવાર પણ કાળી જમીનમાં ઉગવાથી તેને પાક કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાં થાય છે. મગફળી, તલ વગેરે તેલીબીયાં ચરેતર અને સુરતની રસાળ ભૂમિમાં સારાં પાકે છે. કચ્છના રેતાળ પ્રદેશમાં ફળદ્રુપ જમીનની ખામી અને વરસાદને અભાવ હોવાથી ખાજરી, જુવાર અને કડ્ડાળ સિવાય કઈ પાકતું નથી. શેરડીને પાક ધણા ઓછા થાય છે. ફકત વડેદરા રાજ્યમાં અને કાઠીયાવાડમાં શેરડીને સામાન્ય પાક થાય છે. ખાંડનાં કારખાનાંના અભાવે ફળદ્રુપ અને અનુકૂળ આમેહવા હોવા છતાં શેરડીને પાક સારા પ્રમાણમાં થતા નથી.
અર્વાચીન આદ્યાગિક યુગ
અર્વાચીન ઔદ્યોગિક યુગમાં રાષ્ટ્રીય કે પ્રાન્તીય વ્યાપારમાં ઉદ્યોગ અતિ મહત્વના ભાગ ભજવે છે; પરંતુ પેદાશની ખીલવણી સિવાય સંગીન ઔદ્યોગિક વિકાસ થવા મુશ્કેલ છે. પશ્ચિમના દેશ અત્યારે સમૃદ્ધિવાન અને આગળ વધેલા છે, તેનું મૂળ કારણ તેઓ ઉદ્યોગપ્રધાન છે. ત્યાં યાંત્રિકવાદ પૂર જોસમાં છે. યાંત્રિકવાદે હુન્નર, ઉદ્યોગ, કલા, વ્યાપાર, વ્યવહાર વગેરેમાં પુષ્કળ પરિવર્તન કર્યું છે. ખેતીપ્રધાન દેશની સરખામણીમાં ઉદ્યોગપ્રધાન દેશ આજે અપૂર્વ આબાદી ભેગવે છે, એટલે ધીમે ધીમે નવા દેશોમાં પણ ઔદ્યોગિક વિકાસ થતા જાય છે.
પ્રાચીન સમયમાં હિન્દુસ્તાને આદ્યોગિક કે યાંત્રિક પરિવતન જોયેલું ન હતું, છતાં દેશના ઉદ્યોગા સારી રીતે ખીલેલા હતા અને
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com