________________
પિદાશ અને ઉદ્યોગ
[ ૬૩
મુખ્યત્વે કરીને ઉત્તરના રણપ્રદેશ, પૂર્વના ડુંગરાળ પ્રદેશ, કચ્છના રણકાંઠા અને કાઠીયાવાડની કેટલીક ડુંગરાળ જમીન સિવાય આખા ગુજરાતમાં પાકે છે.
ઉત્તરના મેદાન અને ચોતર પ્રદેશમાં પાક કપાસ “લેરાના કપાસ' તરીકે ઓળખાય છે, અને દક્ષિણમાં પાતા કપાસને “ભરૂચને કપાસ' કહે છે. બન્ને એક બીજાથી જુદા પડે છે, જે કે ભરૂચ, ધોલેરા, ખાનદેશ વગેરે રૂમાંથી નીકળતા તાંતણ ટુંકા હોય છે. અમેરીકા અને ઈજીપ્તના રૂમાંથી લાંબા તાંતણું નીકળતા હોવાથી પશ્ચિમમાં તે રૂમાંથી બનતું સુતરાઉ કાપડ ઉત્તમ હોય છે. ગુજરાતમાં સારી જાતના કપાસના વાવેતરમાં કંઈ વૃદ્ધિ થઈ હોય તેમ જણાતું નથી. દેશી રાજે આ દિશામાં કંઈક પ્રયાસ આદરી રહ્યાં છે અને ખાલસા મુલકમાં ખેતીવાડીના અમલદારે ઉત્તમ કપાસનું વાવેતર વધારવા પ્રચારકામ કરી રહ્યા છે. રાજપીપળાના રાજ્ય ઉત્તમ જાતના રૂનાં વાવેતર વધારવાને ઇ. સ. ૧૯૧૯-૨૦ માં કાયદો ઘડેલો કે જેથી હાલ હલકી જાતના
ધારી રૂનાં વાવેતર બંધ પડયાં છે. પહેલાં જે રૂના ભરૂચ રૂ કરતાં ઓછા ભાવ ઉપજતા તેના હાલ ભરૂચ રૂ’ કરતાં વધારે ભાવ ઉપજે છે. આખા હિન્દુસ્તાનના રૂના વાવેતરમાં ગુજરાતને હિસ્સો સારા પ્રમાણમાં છે, એટલું જ નહીં પણ “ભરૂચ રૂ’ની જાત, સેથી ઉત્તમ છે. એટલે અન્ય દેશી રાજ્યમાં અને ખાલસા મુલકમાં તે સંબધી યોગ્ય પગલાં ભરવામાં આવે, તે ગુજરાતની ખેતીને એકંદરે ઘણો લાભ થાય તેમ છે.
ઘઉં શિયાળુ પાક છે, એટલે તેને મધ્યમ ઉષ્ણતામાન અને વરસાદ જરૂરનાં છે. ભેજવાળી હવામાં ઘઉને પાક થતો નથી.
? Supplementto "Times of India” dated September 16, 1938 (Rajpipla State) p. 56. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com