________________
સમુદ્રકિનારાની રચના
[ ૬.
| ગુજરાતનાં ઘણાંખરાં બંદરે નદીઓના મુખ આગળ આવેલા છે. એટલે જ્યાં સુધી કિનારે ઊંડે હતું ત્યાં લગી તેઓ સારી સ્થિતિમાં હતાં, પરંતુ નદીઓ જેમ જેમ વહેણમાં કાંપ ઘસડી લાવીને કિનારે પૂરતી ગઈ તેમ તેમ આ બંદર નિરૂપયેગી થતાં ગયાં. ખંભાત, ભરૂચ, સુરત વગેરે બંદરની આ પ્રમાણે જ પડતી. થયેલી છે. અર્વાચીન યાંત્રિક યુગમાં કુદરતી ગેરલાભો પણ લાભમાં ફેરવાય છે. બંદરની પાસે પ્રદેશ ઉદ્યોગ કે વ્યાપારમાં આગળ વધેલો હોય તો પ્રતિકૂળ બંદરને યાંત્રિક જનાથી સાનુકૂળ બનાવવામાં એકંદરે ઘણો લાભ થાય છે. કાઠીયાવાડનાં સ્વતંત્ર દેશી રાજ્યોએ ભાવનગર વગેરે બંદરોને આ રીતે ખીલવવા માંડ્યાં છે અને ત્યાં આગબેટા આવી શકે છે, પણ મૂળ ગુજરાતનાં બંદરે તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com