________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ખેતી માટે સારે ઉપયોગ થાય છે. ખંભાતનું બંદર મૂક્યા પછી મહી નદીનું પહોળું થઈ ગયેલું મુખ આવે છે. નર્મદા નદીની ખાડીમાં આવેલું ભરૂચ અથવા ભગુકચ્છ એક વખત અગત્યનું બંદર હતું, પણ હાલ તે પડતી દશામાં છે. તાપી નદીના મુખ આગળ આવેલું સુરત બંદર પણ હાલ ખાડી પૂરાઈ જવાથી નિરૂપયોગી થયેલું છે. કીમ નદીના મુખથી ઉત્તરે ૮ માઈલ દૂર આવેલી માત્ર વડની ખાડી નર્મદા અને કીમ નદીઓના મુખ વચ્ચે અગત્યની છે. ભરૂચ અને સુરત જીલ્લાના કિનારા આગળ ભરતીનાં મોજાં વારંવાર આવવાથી પાસેની જમીન પર ખારે થર જામી જાય છે કે જે ઉનાળામાં વાતા દરીયાઇ પવનને લઈને ઉડે છે અને ફળદ્રુપ ખેતરમાં ઘણું નુકશાન કરે છે. તાપીના મુખ પછી અનુક્રમે પૂર્ણ, અંબિકા, ઔરંગા, પાર, કેલક અને દમણ નદીઓનાં મુખ આવે છે અને કઈ કઈ જગ્યાએ નાની ખાડીઓ આવેલી છે. બિલીમોરા, વલસાડ અને દમણ ત્યાં નાનાં બંદરો છે, પણ કાંઠાના વ્યાપાર સિવાય બીજો વ્યાપાર ચાલતું નથી. મૂળ ગુજરાતને કિનારે છીછરે અને કિનારા પાસેની જમીન રેતાળ અને ખારવાળી છે.
આખા ગુજરાતના સમુદ્રકિનારાની લંબાઈ આશરે ૯૦૦ ભાઈલથી વધારે છે, પણ ઈંગ્લાંડના કિનારા જેટલે તે ખાંચાખાંચાવાળો નથી. નાના નાના ત્રણ બેટે અને જમીનમાં અર્ધ સુધી જ ગયેલા બે નાના અખાતે કિનારા પર આવેલા છે. ખાડીઓ કઈ કઈ જગ્યાએ આવેલી છે, પણ તેઓ કાંપથી પૂરાઈ ગયેલી છે. ગુજરાતમાં કઈ ઠેકાણે કુદરતી બંદર થાય તેવો યોગ્ય કિનારે જ નથી. કચ્છ અને કાઠીયાવાડને કિનારે ખડકાળ છે, એટલે કે કિનારા સુધી વહાણે તથા આગબોટ લઈ જવામાં બીક રહે છે. ખંડસ્થ ગુજરાતને કિનારે છીછરે હોવાથી વહાણે ઠેઠ સુધી પહોંચી શકતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com