________________
૫૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન નિત્ય તરફ વહે છે અને નવીબંદર આગળ સમુદ્રને મળે છે. તેને વિસ્તાર આશરે ૧૨૦ માઈલ છે અને તેના કિનારાની પાસે અતિશય ખેડાયેલી જમીન છે. તેના મુખ પાસે બારે માસ પાણી રહે છે અને જુનાગઢ રાજ્યમાં ખેતીને માટે તેને ઘણે ઉપયોગ થાય છે. બીજી નદી તેજ મૂળમાથી નીકળીને પૂર્વ તરફ વહી ખંભાતના અખાતને મળે છે અને તે સુખભાદર કહેવાય છે. પૂર્વ ઢાળ પર વહેતી બીજી નદીઓ વઢવાણને ભેગાવો, લીંબડીને ભોગાવો અને શેત્રુજી છે. શેત્રુંજી નદી શેત્રુંજા પર્વતમાંથી નીકળી ખારી અને રજાવળ નામની શાખાનાં પાણું લઈને ખંભાતના અખાતને મળે છે. આ નદીની કુદરતી શોભા ઘણી આનંદકારક છે. ઉત્તર ઢળાવના પ્રદેશમાં નાગમતી, રંગમતી, આજી વગેરે નદીઓ વહીને કચ્છના અખાતને મળે છે અને બીજા વહેળા દક્ષિણમાં ભાદર નદીને મળે છે. નવાનગર પાસે વહેતી રંગમતી નદીના ઉત્તમ પાણીને લઈને નવાનગરમાં રંગાટકામ સારૂ થાય છે, એવી ત્યાં માન્યતા છે. ઉત્તર તરફની આ સર્વ નદીઓમાં ચોમાસા સિવાય બીજી ઋતુઓમાં પાછું રહેતું નથી, એટલે પાણીની તંગી ત્યાં ઘણું રહે છે. વ્યવહાર કે ખેતી માટે કાઠીયાવાડની નદીઓની પણ બહુ ઉપયોગિતા નથી.
સમુદ્રકિનારાની રચના કાઠીયાવાડને કિનારે | ગુજરાતને મોટામાં મેટે કુદરતી લાભ સાગરકાંઠાને છે કે જેથી તે હાલ વ્યાપારી પ્રદેશને નામે ઓળખાય છે. છેક ઉત્તરમાં કચ્છને અખાત છીછરે છે, કારણ કે નદીઓના જળમળ ત્યાં એકઠા થાય છે. ત્યાં મુખ્ય બંદરે બેડી, સલાયા અને વવાણીયા,
1. Imperial Gazetteer, (Bombuy Presidency ) Vol. II, p. 868.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com