________________
૫૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રીતે પથરાયેલી છે. ઉત્તર તરફના ડુંગરાની હાર આશરે ૧૫૦ માઈલ લાંબી છે અને તે નૈઋત્યથી ઈશાનમાં જાય છે. તેમાં બરડે અને ચેટીલો નામના બે મુખ્ય પર્વતે આવેલા છે. તે સિવાયને બાકીનો ઉત્તર વિભાગ સામાન્ય રીતે સપાટ છે. પોરબંદરથી આશરે ૧૮ માઈલ દૂર આવેલી બરડાની ટેકરીને ઘેરાવ આશરે ૨૦ માઈલ છે. ઉત્તર તરફથી તેના ત્રણ જૂદાં શિખરે દેખાય છે. છેક પશ્ચિમ તરફનું વેણું નામનું શિખર સમુદ્રસપાટીથી આશરે ૨,૦૫૦ કુટ ઉંચું છે. અશાન્તિના સમયમાં વાંસથી છવાયેલી તેની ટેકરીઓમાં લૂંટાર અને બહારવટીયા વારંવાર આશ્રય લેતા.૧
કાઠીયાવાડની ઈશાનમાં આવેલ ઢાળવાળા ડુંગરાળ પ્રદેશ પંચાળને નામે ઓળખાય છે. તેમાં આવેલો ચોટીલા પર્વત આશરે ૧,૧૭૦ ફુટ ઉચે છે. તેની ઉત્તરમાં આવેલું સપાટ મેદાન રેતાળ અને ખારાશવાળું છે, અને પૂર્વમાં નળકાંઠાને નીચાણવાળો પ્રદેશ આવેલ છે. આખા પંચાળમાં એકંદરે ઘાસ પુષ્કળ ઉગવાથી ઢોરઉછેરને ધંધે ત્યાં સારે ચાલે છે.
દક્ષિણ તરફના ડુંગરની હાર આશરે ૧૦૦ માઈલ લાંબી છે. અને તે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. છેક દક્ષિણમાં કિનારાને સમાન્તર ૪૦ માઈલ લાંબે અને ૨૦ માઈલ પહોળો ડુંગરાળ પ્રદેશ ગિર નામે ઓળખાય છે. વનસ્પતિથી ભરપૂર ઘણી ટેકરીઓ ત્યાં હારબંધ આવેલી છે. ગિરના જંગલમાં સિંહ અને હિંસક પ્રાણુઓ બહુ જોવામાં આવે છે અને તે સિવાય હિન્દમાં અન્ય જગ્યાએ સિંહની વસ્તી જ નથી. બરડાની જેમ આ પ્રદેશ પણ એક વખત બહારવટીઆઓનું રહેઠાણ હતું. ગિરની પૂર્વ દિશા તરફ વાળાક નામના પ્રદેશમાં તેના જેવો ડુંગર લગભગ કિનારા પાસે આવેલું છે, તે વાલાક ગિર નામે ઓળખાય છે.
૧ Imperial Gazetteer of India (Bombay Presidency) Vol. II, p. 894.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com