________________
કાઠીયાવાડને ડુંગરાળ પ્રદેશ
[ ૫૭ કાઠીયાવાડના પૂર્વ ઢાળની મધ્યમાં પાલીતાણા પાસે શેત્રુજે પર્વત આવેલો છે કે જે સમુદ્રની સપાટીથી આશરે ૧,૯૭૦ ફુટ ઉચે છે. ગિરની માફક આ ડુંગર ઝાડપાનથી ભરપૂર નથી. આખું શિખર જૈન લોકોનાં સુંદર દેવાલયોથી સુશેજિત થયેલું છે. આ દહેરાંની અપૂર્વ કારીગરીની ઘણા મુસાફરો અને યાત્રાળુઓએ પ્રશંસા કરેલી છે. | ગુજરાતમાં આબુથી બીજા નંબરને ઉંચો પહાડ ગિરનારનો છે. જૂનાગઢથી ૧૦ માઇલ પૂર્વે આવેલે આ પર્વત સમુદ્રની સપાટીથી આશરે ૩,૬૬૦ ફુટ ઉચે છે. તેની લંબાઈ માત્ર ૧૫ ભાઈલ અને પહોળાઈ ૪ માઈલ છે, એટલે તેને વિસ્તાર બહુ નથી. ઉંચામાં ઉંચા ગોરખનાથના શિખર સિવાય બીજાં અંબામાતા, ગુરૂ દત્તાત્રેય, કાળકા અને ઓઘડ, એ નામનાં ચાર શિખર આવેલાં છે. આખો પહાડ વનસ્પતિથી ભરેલું છે અને ઠેકાણે ઠેકાણે સુંદર ઝરાઓ આવેલા છે. શેત્રુજાની જેમ અહીં પણ જૂદા જૂદા ધર્મોનાં દેવાલયો કોતરકામ માટે જાણીતાં છે. ગિરનારથી આસપાસના પ્રદેશને મોટો લાભ એ છે કે ત્યાં વધારેમાં વધારે વરસાદ પડે છે કે જેથી દરેક ચેમાસે રાવળ, હિરણ્ય, સોનરેખા, એઝત વગેરે નદીઓ સિંધુસાગર જેવી બને છે. જળને મોટો ભાગ ગિરપ્રદેશમાં ભરાઈ રહે છે અને આથી આખા કાઠીયાવાડમાં વધારેમાં વધારે હઠીલો મેલેરીયાને ઉપદ્રવ ત્યાં ઉદ્ભવે છે. નદીઓના પ્રવાહ
મૂળ ગુજરાતની નદીઓ કરતાં કાઠીયાવાડની નદીઓ બહુ નાની છે. વળી પર્વતની રચના એકસરખી નહીં હોવાથી નદીઓ લગભગ સર્વ દિશામાં વહે છે. નદીઓનાં મૂળ અને મુખ વચ્ચેનું અંતર ઘણું ઓછું છે, એટલે તેમને વિસ્તાર પણ પ્રમાણમાં ઓછા છે. આ વિભાગમાં જૂદા જૂદા ઢાળ પર વહેતી નાની નદીઓ ઘણી છે, પણ સૌથી મુખ્ય નદી ભાદર છે. માંડવધારમાંથી નીકળી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com