________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પ્રકરણ ૩ જું
પેદાશ અને ઉદ્યોગ ખેતીની પેદાશ
કોઈ પણ દેશની અથવા પ્રાંતની ઉન્નતિને આધાર તેના વ્યાપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિ ઉપર રહે છે; પણ વ્યાપાર કે ઉદ્યોગના વિકાસને આધાર તેની પેદાશ ઉપર છે. જેટલે અંશે પેદાશની ચીજે ઉપયોગી અને મૂલ્યવાન હોય તેટલે અંશે વ્યાપાર કે ઉદ્યોગની ઉપયોગિતા અને મૂલ્ય વધે છે. હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ હોવાને લીધે તેના પ્રાન્તો પણ ખેતીપ્રધાન હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ગુજરાત પ્રાંત તેની ખેતીની ખીલવણને લીધે હિન્દના ઉપવન' તરીકે ઓળખાય છે. આ વિભાગની પ્રાકૃતિક પરિસ્થિતિ અને આબેહવા વિવિધ હોવાથી લગભગ દરેક જાતની ખેતીની પેદાશ ત્યાં ઉત્પન્ન થાય છે.
ખેતીની પેદાશમાં સૌથી વધારે પ્રમાણ આ વિભાગમાં કપાસનું છે કે જે અપવાદ સિવાય દરેક ઠેકાણે ઉત્પન્ન થાય છે. કપાસના છોડને સામાન્ય રીતે ઉનાળામાં ઘણી ઉણતા અને ચોમાસામાં ૩૦ થી ૪૦ ઇંચ વરસાદ જોઈએ છે; પરંતુ ખાસ કરીને ભૂમિ કપાસના પાકમાં અગત્યને ભાગ ભજવે છે. પિચી અને જાડી માટીવાળી કાળી જમીન અથવા નદીના કાંપની બનેલી જમીન કપાસ માટે ખાસ ઉપયોગી છે. ઉત્તર ગુજરાતમાં છેક રણ અને ડુંગરા સિવાય સર્વ જગ્યાએ કાળી જમીન આવેલી છે અને મધ્યસ્થ અને નદીઓના ખીણવાળા વિભાગમાં, મહી, નર્મદા, તાપી અને તેમની શાખાઓના કાંપથી બનેલી ઘણું રસાળ ભૂમિ છે. વળી વસ્સાદનું પ્રમાણ ૩૦ થી ૪૦ ઇંચ છે, એટલે કપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com