________________
૬૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કાળી જમીનમાં ઘઉં સારા પાકે છે. ગુજરાતમાં જ્યાં કપાસ પાકે છે ત્યાં સામાન્ય રીતે ઘઉં પણ ઉત્પન્ન થાય છે. સાબરમતીનાં ભાઠાની જમીનમાં, ભાલ પ્રદેશમાં, ચરેતરમાં, ભરૂચના સપાટ રસાળ મેદાનમાં અને કાઠીયાવાડની સપાટ જમીનમાં ઘઉં મુખ્યત્વે કરીને થાય છે. કેનેડા કે ઓસ્ટ્રેલીયાના ઘઉંની સરખામણીમાં ગુજરાતના ઘઉં ઉતરતા છે એટલું જ નહીં પણ દર એકર દીઠ પાક છે ઉતરે છે. પંજાબ અને સંયુક્ત પ્રાંતના ઘઉંમાં પણ એ જ ન્યૂનતા માલમ પડે છે.
ડાંગર મોટા ભાગે ચોમાસામાં ઉગે છે અને તેને ઉગવા માટે અતિશય વરસાદ જોઈએ છે. તે ઉપરાંત લાંબા વખત સુધી ભિનાશ ટકાવી શકે તેવી કાંપની જમીન આવશ્યક છે. જ્યાં જ્યાં વરસાદનું પ્રમાણ અતિશય છે ત્યાં ત્યાં ડાંગર પકવવામાં આવે છે. છેક દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગર પાકે છે, કારણ કે ત્યાં સહ્યાદ્રિ પર્વતને લીધે ૪૦ થી ૭૫ ઈંચ વરસાદ પડે છે. મૂળ ગુજરાત અને કાઠીયાવાડમાં અન્ય જગ્યાએ જ્યાં પાણીની છત સારી છે અને ફળદ્રુપ જમીન છે ત્યાં પણ ડાંગર ઓછાવત્તા પ્રમાણમાં થાય છે. જાપાન, સીયામ અને જાવાની ડાંગરની સરખામણીમાં ડાંગરને પાક દર એકંદરે ઘણે એ ઉતરે છે.
તમાકુના પાક માટે પિચી કાંપની જમીન, ઉનાળામાં સામાન્ય ઉષ્ણતામાન અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી પુષ્કળ વરસાદ આવશ્યક છે. ગુજરાતમાં ખાસ કરીને આવી અનુકૂળ આબેહવા ચરોતરમાં દેખાય છે, એટલે ત્યાં તમાકુને ઘણો સારો પાક થાય છે. ઉત્તર ગુજરાતમાં પણ તમાકુ ઓછાવત્તા પ્રમાણમાં ઉગે છે. તે સિવાય ગુજરાતમાં તમાકુ જથ્થાબંધ બીજી કોઈ જગ્યાએ પકવવામાં આવતી નથી. ગુજરાતની બલકે આખા હિન્દુસ્તાનની તમાકુ સુમાત્રા, વરછનીયા
અને હવાનાની તમામ કરતાં ઘણું ઉતરતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com