________________
કાઠીયાવાડને ડુંગરાળ પ્રદેશ.
[ ૫૫ આવતા જળમળને લીધે અખાત પૂરાઈ જાય, એ સંભવિત છે. નળકઠાની નીચાણવાળી જમીન આથી સાબીત કરે છે કે ત્યાં પહેલાં સમુદ્ર અથવા સમુદ્ર જેવડા પ્રવાહવાળી માટી ખંડસ્થ નદી હેવી જોઈએ. વિવિધ કુદરતી રચના
જો કે કાઠીયાવાડ જૂદે કુદરતી વિભાગ છે, પણ તેની અંદર એક જ પ્રકારની પ્રાકૃતિક રચના દેખાતી નથી. છેક ઉત્તર તરફ કચ્છ અને સિંધનાં સૂકાં રણ અને દક્ષિણ તરફ સમુદ્ર અને કોંકણના ભિનાશવાળા પ્રદેશ વચ્ચે આવેલા કાઠીયાવાડમાં એકની વેરાનતા અને બીજાની ફળદ્રુપતાનાં ચિહ્નો દેખાય છે. પશ્ચિમમાં ઓખામંડળને રેતાળ પ્રદેશ છે, અને પૂર્વમાં ઝાલાવાડને રણપ્રદેશ આવેલો છે કે જ્યાં રેતીની ટેકરીઓ અને થોડી ઘણું વનસ્પતિ સિવાય કંઈ દેખાતું નથી. દક્ષિણમાં ગિરનાં વિશાળ અને ઘાડાં જંગલો આવેલાં
છે કે જ્યાં આ કાઠીયાવાડમાં સૌથી વધારે વરસાદ પડે છે. નિત્ય તરફના પ્રદેશમાં છાયાવાળાં ઝાડનાં ઝુંડ અને લીલાંછમ
ખેતરે કુદરતી શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કેટલીક જગ્યાએ કિનારાની જમીન ઘણું ફળદ્રુપ છે, એટલે ખેતીને પાક ત્યાં સાર થાય છે. હાલાર અને ઝાલાવાડના પર્વમાં વનસ્પતિ બહુ જોવામાં આવતી નથી, ત્યારે ગિરનારનાં ઉચ્ચ શિખરે ઝાડપાનથી ભરપૂર છે. આવી વિવિધ પ્રાકૃતિક પરિસ્થિતિથી ત્યાંની આબોહવામાં પણ ઘણે ફેરફાર માલમ પડે છે. કિનારા આગળ હવા સુખકારક, મધ્યમાં વિષમ અને ઉત્તર તરફ અતિવિષમ છે. ઝાલાવાડ અને હાલારના રેતાળ પ્રદેશમાં વરસાદ થડે પડે છે, એટલે ત્યાં પાણીની તંગી વધારે રહે છે. દક્ષિણ તરફ વરસાદ વધારે પડે છે, જે કે વધારેમાં વધારે વરસાદ માત્ર ગિરનાં જંગલોમાં પડે છે. પર્વતની રચના
ફળદ્રુપ પ્રદેશ સિવાય આખો કાઠીયાવાડ ખડકો અને ટેકરીઆમાં વહેંચાઈ ગયો છે અને જે ગિરિમાળાઓ છે તે વિચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com