________________
૫૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગેાળિવાન
બ્રૂક પ થયેલા. આથી એટલું તે વિદિત થાય છે કે કચ્છના રણપ્રદેશની અંતગ રચના જવાળામુખી પર્વતાના જેવી હાવાથી ભૂકંપે ત્યાં વારવાર થાય છે.
કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશ
દ્વીપમાંથી બનેલા દ્વિપકલ્પ
મૂળ ગુજરાતની પશ્ચિમ તરફ્ અરબી સમુદ્રમાં આવેલા આ દ્વીપકલ્પ કાઠીયાવાડ નામથી એળખાય છે. તેની પ્રાકૃતિક રચના ઉપરથી એમ લાગે છે કે તે જવાળામુખીમાંથી ઉત્પન્ન થયેલા ટ્રીપ કે દ્વીપસમૂહ હોવા જોઇએ. તેની ઉત્તર સરહદે કચ્છના છીછો અખાત અને ખારે। રેતાળ પ્રદેશ આવેલા છે.
ખડસ્થ ગુજરાત અને કાઠીયાવાડની મધ્યમાં ખારી જમીન અને નળ સરાવર આવેલાં છે. ઈ. સ. ૧૮૨૭માં મી. મેલવીલે લખ્યું છે કે આ નળ સરેાવરના ભાગ એટલા નીચે છે કે કોઈ વસ્તીવાળેા ભાગ ભાગ્યે જ એટલે! નીચેા હશે.૧ નળ અને ભાગાવા નદીના નીચલા પ્રવાહ મળીને નજીકના ભૂતકાળમાં દરીયાના કાંટા હશે, એમ ગેઝેટીયરના કર્તાનું માનવું છે. અતિવૃષ્ટિ વખતે કચ્છના રણનું પાણી નળમાં આવે છે અને વધીને ખંભાતના અખાતમાં પણ જાય છે. એવે વખતે આજે પણ કાઠીયાવાડ ભેટ બની જાય છે. નળને કાંઠે કાણાંવાળા મેટા પત્થર નીકળે છે કે જેઓ પ્રાચીન સમયમાં વહાણુના લંગર તરીકે વપરાતા. ઇ. સ. ૧૭૮૮ સુધી પણુવાડ ને મીઠાપુર સુધી ભાવનગરનાં વ્હાણુ મીઠું લઈ આવતાં અને ભાલનું રૂ લઈ જતાં.૨ જેમ જેમ ખભાતના અખાત પૂરાતા ગયેા તેમ તેમ નળકાંઠા પણ બંધાતા ગયા. અખાતમાં આવતી ભરતી અને નદા વગેરેના પ્રવાહમાં ધસડાઈ
૧-૨ Kathiawar Gazetteer, p. 559. Ahmedabad Gazetteer p. 16 & Wadis, D. N. op. eit, p. 256.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com