________________
પર | ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન સમુદ્રમાંથી ઉપસી આવેલે રણદ્વીપ
ભૂસ્તરશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે કચ્છનો રણપ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલો દ્વીપ છે. ઉત્તર તરફ વહેતી નદીઓના. જળમળ વડે વળી આ દ્વીપ ધીમે ધીમે રેતાળ પ્રદેશ બનતો જાય છે. જ્યારે આ પ્રદેશ સમુદ્રમાંથી ઉપસી આવેલો ત્યારે પણ તેનું પૃષ્ઠ સમાન્તર ન હતું. બહારની ધાર તરફ ટેકરીઓ હતી અને ટેકરીઓની મધ્યમાં જળાશય હતું; પણ હાલ તે પૂરાઈ ગયું છે.
જ્યાં સુધી ઉત્તર તરફથી નદીઓ ખેડાણવાળા મેદાનમાં થઈને સમુદ્રને મળશે નહીં, ત્યાં સુધી તેમના પ્રવાહમાં ઘસડાઈ આવતે સઘળા કાંપ આ રણમાં ભરાતે જશે.'
કચ્છની ભૂપૃષરચનામાં ઘણું ફેરફાર થયા છે, એમ કહેવાય છે. ઇ. સ. પૂર્વે ૩૨૫ માં જ્યારે અલેકઝાન્ડર હિન્દમાં આવેલ ત્યારે તેણે આ રણને મહાસરેવર જોયેલું. ઈ. સ. ૮૦ માં પેરીપ્લસના વખતમાં જે કે તે છીછરું હતું, તે પણ વ્યવહારોગ્ય હતું. ત્યારપછી લગભગ ૧,૦૦૦ વર્ષ સુધી સિંધુનાં પાણી આ રણમાં થઈને અરબી સમુદ્રને મળતાં. રણની ઉત્તર ધાર ઉપર જ્યાં હાલ રેતીના ટેકરાની હાર છે ત્યાંથી પશ્ચિમ તરફ બલીયારી, વીરાવણ વગેરે પ્રાચીન બંદરો હતાં. પૂર્વ તરફ કચ્છના ઉત્તર કિનારાના દીપે કીલુ નામના સમુદ્રથી વીંટળાયેલા હતા. રણની ધાર આગળ બીજાં બંદરો પણ હતાં, જેવાં કે લખપત, ડેરા, ડેરી, ફગવાડા, છારી અને નીરાણા. હજુ પણ પચ્છમના ઉત્તર કિનારા તરફ પૂરાઈ ગયેલા સમુદ્રના અવશેષો મળી આવે છે, અને પચ્છમના ફંગવાડા આગળ ઇ. સ. ૧૮૧૯ના ધરતીકંપને લીધે બહાર આવેલા લોખંડના કકડા અને વહાણના ખીલા ત્યાં પહેલાં બંદરે હશે, એ માન્યતા વ્યક્ત કરે છે.
2. Wadia, D. N. Geology of India, p. 255. 2. Kutch Guzetteer, (1880) p. 15.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com