________________
૫૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન રોકાયેલો છે. જંગલની પેદાશ સિવાય ડાંગરનો પાક ત્યાં સારો થાય છે, કારણ કે વરસાદ પુષ્કળ પડે છે. જો કે આ પ્રદેશ દરીયાકિનારાથી દૂર છે, છતાં ત્યાંની હવા સામાન્ય રીતે ઠંડી રહે છે. ભીલ, કાળીપરજ વગેરે અનાર્ય જાતોની વસ્તી ત્યાં વધારે પ્રમાણમાં છે. પ્રતિકૂળ કુદરતી રચનાને લઈને હજુ રેલ્વે વ્યવહાર ત્યાં શરૂ થયો નથી, પરિણામે ઔદ્યોગિક વિકાસ પણ સાધી શકાતું નથી.
કચ્છને રેતાળ પ્રદેશ સપાટ વેરાન રણપ્રદેશ
ખંડસ્થ ગુજરાતની વાયવ્યમાં આવેલો એક કુદરતી વિભાગ કચ્છના રાજ્ય તરીકે ઓળખાય છે. તેની ઉત્તર અને વાયવ્યમાં સિંધ પ્રાંત, પૂર્વમાં પાલણપુરનું મેદાન, દક્ષિણમાં કાઠીયાવાડ દ્વીપકલ્પ અને કચ્છનો અખાત અને નૈઋત્યમાં હિન્દી સમુદ્ર આવેલ છે. રેતાળ અને ખારા રણકાંઠા સિવાય કચ્છપ્રદેશને વિસ્તાર આશરે ૭,૬૦૦ ચોરસ માઈલ છે અને લંબાઈ આશરે ૧૬૦ માઇલ અને પહોળાઈ ૩૫ થી ૭૦ માઈલ છે. આ પ્રદેશ ખંડસ્થ ગુજરાત કે કાઠીયાવાથી ભૂતલરચનામાં, પેદાશમાં, લૌકિક ખાસીયતમાં અને અનેક રીતે જુદો જ પડે છે; કારણ કે ત્યાંની પ્રાકૃતિક પરિસ્થિતિ ભિન્ન છે, એટલું જ નહીં પણ તે હિન્દુસ્તાનના આખા ખંડથી તદ્દન વિભક્ત થયેલો છે.
કે આ પ્રદેશ નિવૃક્ષ, વેરાન અને ખડકાળ છે, પણ કઈ કઈ જગ્યાએ પર્વતની ટેકરીઓ, નદીઓના અસમાન્તર અને ઊંડા પટે, ખેડાયેલાં ફળદ્રુપ મેદાને અને ઘાસનાં બીડ જોવામાં આવે છે. દક્ષિણ તરફ સમુદ્રકિનારા ઉપર આવેલા ઉંચા રણકાંઠાની પાછળ આશરે ૨૦ થી ૩૦ માઈલ પહોળું એક નીચું, રસાળ અને ખેડાયેલું મેદાન આવેલું છે. તે મેદાન પછીના પ્રદેશમાં ત્રણ ડુંગરાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com