________________
દક્ષિણ ગુજરાતને ઝાડીવાળે પ્રદેશ
[ ૪૯ અને પૂર્વ તરફના ડુંગરાળ પ્રદેશની વચ્ચમાં મધ્યસ્થ રસાળ મેદાન છે. ત્યાં નાની નાની નદીઓ જેવી કે પૂર્ણ, અંબિકા, ઔરંગા, પાર, કેલક અને દમણ આવેલી છે. તેમના જળમળ વડે આ પ્રદેશ પણ ચરોતર જેટલો રસાળ થયો છે અને દિવસે દિવસે વધારે ને વધારે ફળદ્રુપ બનતો જાય છે. જેવી રીતે ચરોતરના કણબી ખેડુતો ખેતીના ધંધામાં નિષ્ણાત થયા છે તેવી રીતે સુરત જીલ્લામાં આવેલા આ રસાળ પ્રદેશના અનાવીલ ખેડુતો પણ ઉત્તમ પ્રકારની ખેતી કરે છે. ચરોતર કરતાં વરસાદનું પ્રમાણ પણ અહીંયાં વધારે છે. ચારેતરની પેદાશને દરિયામાગ એય વખત ખંભાતનું બંદર હતું, પણ તે હાલ પડી ભાગ્યું છે, દક્ષિણ ગુજરાતને જેવાતેવાં વલસાડ અને બિલીમોરા જેવાં બંદરે છે, પણ રેવેની હરીફાઈમાં તેમને ઉપયોગ થઈ શકતા નથી. પૂર્વને ઝાડીવાળે ડુંગરાળ પ્રદેશ
મધ્યસ્થ રસાળ મેદાનમાં પુષ્કળ ફળાઉ ઝાડ ઉગે છે અને તેને લીધે આખો પ્રદેશ ચતરની માફક ઉપવન જેવો લાગે છે. પૂર્વ તરફનો પ્રદેશ કે જેમાં સુરત એજન્સીનાં ધરમપુર, વાંસદા અને ડાંગને સમાવેશ થાય છે તેની જમીન ડુંગરાવાળી છે. ગુજરાતના
અગ્નિ છેડા પરથી સહ્યાદ્રિ શરૂ થાય છે, અને તેની શાખાઓ આ વિભાગમાં આવેલી છે. જમીનને ઢળાવ પૂર્વથી પશ્ચિમ તરફ ઉતરે છે.
આ ડુંગરાળ પ્રદેશ ઉપર વરસાદ ઘણો પડે છે અને તેથી નાનાંમોટાં પુષ્કળ જંગલો આવેલાં છે. સાગ, સીસમ, ખેર, વાંસ વગેરે ઝાડ ઘણું પ્રમાણમાં ત્યાં ઉગે છે. તે ઉપરાન્ત જંગલી પ્રાણુઓ પણ જોવામાં આવે છે. આખો પ્રદેશ ડુંગરાળ હોવાથી, ત્યાં ખેડાણલાયક જમીન જ નથી. એટલે ખેતીને ઉદ્યોગ સારી સ્થિતિમાં નથી. વસ્તીને મોટે ભાગે આથી જંગલોની પેદાશને લગતા ધંધામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com