________________
.
ગ જંગલથી
જ હોવાથી કેટલીક
૪૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ફને ૧૫૦ માઇલને પ્રવાહપ્રદેશ ડુંગરાળ હોવાથી કંઈ વ્યવહાર થઈ શકે તેમ નથી. તેને થોડો ઘણો ઉપયોગ સાગ વગેરે ઇમારતી લાકડાં ડાંગ જંગલથી સુરત સુધી પ્રવાહ મારફતે મોકલવાનું થાય. છે; પરંતુ તેને પટ ખંડિત હોવાથી કેટલીક વખત ઈમારતી લાકડાં અદશ્ય થઈ જાય છે. આ નદીના પટની રચના ઘણું બદલાઈ ગઈ છે. પ્રવાહમાં ઘસડાઈ આવતા કાંપને લઈને નદી વ્યવહાર માટે નિરૂપગી થઈ છેએટલું જ નહીં પણ તેનું મુખ પૂરાઈ જવાથી સુરત બંદર કુદરતી સગવડ ખોઈ બેઠું છે. સુરતનું મેદાન ઘણું જ રસાળ છે અને વરસાદ પણ પ્રમાણમાં માફકસર પડે છે, પણ જો આ નદીમાંથી નહેર અનુકૂળ જગ્યાએ કાઢવામાં આવે તે ખેતીના ઉદ્યોગને અપ્રતિમ લાભ થાય તેમ છે. આથી સમજાશે કે ગુજરાતની કોઈ પણ નદીને વ્યવહાર તરીકે કે નહેર બાંધીને ઉપયોગ કરવામાં ઘણી કુદરતી અગવડતાઓ છે.
દક્ષિણ ગુજરાતને ઝાડીવાળા પ્રદેશ મધ્યસ્થ રસાળ મેદાન
ઉત્તરે નર્મદા નદી, દક્ષિણે દમણ નદી પશ્ચિમે સમુદ્રકિનારે અને પૂર્વે સહ્યાદ્રિ પર્વત આ કુદરતી વિભાગની સરહદો બનાવે છે. આ વિભાગમાં સુરત જીલ્લાને દક્ષિણ ભાગ અને સુરત એજન્સીનો સમાવેશ થાય છે. જો કે મહી નર્મદા અને તાપીના વહેણવાળા પ્રદેશના જેવી આની ભૂતળરચના છે, પણ આબોહવામાં ઘણો ફેર પડે છે. આ વિભાગમાં ત્યાંના કરતાં લગભગ બમણો વરસાદ પડે છે. પૂર્વની સરહદ તરફ પણ દરીયે દૂર હોવા છતાં વરસાદ વધારે પડે છે, કારણ કે ત્યાં સહ્યાદ્રિ પર્વતને ફાટે આવે છે.
સમુદ્ર પાસેની પટ્ટી રેતાળ અને ઉંચી છે પણ તે રેતાળ પટ્ટી
1 Surat & Broach Gozetteer, p. 9. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com