________________
મહી, નર્મદા અને તાપીનાં વહેણુવાળો પ્રદેશ
[ ૪૭ પ્રદેશને તે ધૂવે છે. પૂરસમયે તેને વેગ દર કલાકે ૧૨ કરોડ ઘનવાર પ્રમાણે હોય છે, પણ સામાન્ય ઋતુમાં માત્ર ૨૫,૦૦૦ ઘનયાર્ડ હોય છે. તેના વહેણના ચાર ભાગ થઈ શકે એમ છે. (૧) મૂળથી ખાનદેશ છેલ્લા સુધીનો ૧૫૦ માઈલને પ્રવાહ ડુંગરાળ પ્રદેશ અને પર્વતની ધારેમાં થઈને જાય છે. (૨) ખાનદેશ જીલ્લામાં થઈને હરણફાળ સુધીના ૧૮૦ માઈલના પ્રવાહ દરમીયાન પહેલાં સપાટ એડાયેલું મેદાન આવે છે અને પછી ૨૦ માઈલ સુધી માત્ર ડુંગરાઓ અને ઘાડી ઝાડીઓ આવે છે. આ પ્રવાહમાં તેને ડાબી બાજુથી પૂર્ણ, વાઘેર, ગીર્ણ, બેરી, પાંજરાં અને શિવ મળે છે અને જમણું બાજુથી સૂકી, અરૂણાવતી અને ગોમતી મળે છે; (૩) હરણફાળથી ડાંગના જંગલ સુધીને ૫૦ માઈલને પ્રવાહ ડુંગરાળ જમીન ઉપરથી નીચાણ પ્રદેશમાં આવે છે. છે. આ પ્રદેશ ઉજડ વેરાન જંગલોથી ભરપૂર છે. (૪) બાકીને ૭૦ માઈલનો પ્રવાહ ડાંગનું જંગલ મૂક્યા પછી સુરતના રસાળ સપાટ મેદાનમાં આવે છે. સુરત જીલ્લામાં તેનું વહેણ પહેલાં પશ્ચિમ તરફ વળે છે અને આગળ જતાં દક્ષિણમાં વળીને મધ્યસ્થ ખેડાણલાયક સપાટ મેદાનમાં દાખલ થાય છે. તેનું મુખ સુરત આગળ આવેલું છે.
એક વખત તાપી નદી પણ મધ્ય પ્રાંત અને ખાનદેશના વ્યાપારને મુખ્ય જળમાર્ગ હતે. ખાનદેશની રૂ વગેરે ખેતીની પેદાશ અને માળવાનું અફીણ વગેરે તાપીના જળમાર્ગ મારફતે પરદેશ જતાં. સુરત બંદર મેગલ સમયમાં અને મુંબઈ બંદર થયા પહેલાં પણ પશ્ચિમ હિન્દના વ્યાપારનું મુખ્ય બારૂ હતું, પરંતુ હાલ તાપી નદી વ્યવહાર યોગ્ય રહી નથી. આશરે છેલ્લા ૨૦ થી ૩૦ માઈલ સુધી તેમાં હોડીઓ કે નાનાં વહાણે કરી શકે છે. ઈ. સ. ૧૮૫રમાં તેના પ્રવાહની તપાસ દરમીયાન માલમ પડેલું કે ખાનદેશથી પશ્ચિમ તર
? Surat and Broach Gazetteer, p. 7. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com