________________
૪૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મેદાનમાં થઈને અને ઉંચા, અસમાન્તર કિનારાની વચ્ચમાં વહે છે. ભરૂચ આગળ આવતાં તેનું મુખ પહોળું થઈ ગયેલું છે. ભરૂચ જીલ્લામાં જમણી બાજુથી ભૂખી નામની શાખા તેને મળે છે અને ડાબી બાજુથી રાજપીપળામાંથી નીકળતી કાવેરી નદી શુકલતીર્થ આગળ અને ભરૂચથી છ માઈલ દૂર અમરાવતી નદી મળે છે. મુખ આગળ નાના ત્રણ બેટ છે, પણ શુકલતીર્થ આગળ બેટ આશરે ૨૨,૦૦૦ એકર વિસ્તારને છે કે જ્યાં કબીરવડ આવેલો છે.
પ્રાચીન સમયમાં નર્મદા નદી મધ્ય પ્રાંતના વ્યાપારને મુખ્ય જળમાર્ગ હતા અને ભરૂચ અગત્યનું બંદર હતું, પરંતુ આજે તેને આખો પ્રવાહ વ્યવહાર યોગ્ય નથી, માત્ર ગુજરાતની હદ સુધી તેમાં વહાણ ફરી શકે છે. ચાણોદથી આશરે ૧૫ માઈલ દૂર મકરાઈ સુધી ધીમા પ્રવાહમાં જ જઈ શકાય છે. તલકવાડાથી ભરૂચ સુધીમાં પૂર વખતે પણ વહાણ જઈ શકે છે અને ભરૂચથી આગળને વ્યવહાર ભરતી ઉપર આધાર રાખે છે. ઈ. સ. ૧૮૨૨માં તેના પ્રવાહની તપાસ દરમીયાન વિદિત થયેલું કે માત્ર ભરૂચથી તલકવાડા સુધી આશરે ૬૫ માઇલને પ્રવાહ વ્યવહારોગ્ય છે. વળી આ નદી મોટી અને પાણીથી ભરપૂર હોવા છતાં તેમાંથી નહેરે કાઢી શકાય તેમ નથી, કારણ કે તેને પ્રવાહપ્રદેશ સરખો નથી. નદીના જળમળ વડે મુખ પૂરાતું જાય છે, એટલે ભરૂચ બંદર પણ પડી ભાગ્યું છે. તાપીને પ્રવાહ | ગુજરાતમાં નર્મદાથી બીજા નંબરની નદી તાપી છે. બન્ને નદીઓનાં મૂળ, પટ અને મુખ એકસરખાં છે. તાપીનું મૂળ સાતપુડા ગિરિમાળાની બતુલ નામની ટેકરી પાસે છે. તેની લંબાઈ આશરે ૪૫૦ માઈલ છે અને લગભગ ૨૦,૦૦૦ ચોરસ માઈલ વિસ્તારના
- ૧ Surat & Broach Gazetteer, p. 848. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com