________________
મહી, નર્મદા અને તાપીનાં વહેણુવાળ પ્રદેશ. [ ૫ નર્મદાને પ્રવાહ
ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા છે. તેનું મૂળ ગુજરાતની બહાર મધ્યપ્રાંતમાં આવેલી વિંધ્યગિરિમાળાના સમુદ્રની સપાટીથી ૩,૫૦૦ માઈલ ઉંચા અમરકંટકના પર્વતમાં છે. તેની કુલ લંબાઈ આશરે ૮૦૦ માઈલ છે. આશરે ૩૬,૦૦૦ વિસ્તારવાળા પ્રદેશને તે ધૂવે છે અને પૂર સમયે તેના પાણીને વેગ દર સેંકડે લગભગ ૨૫ લાખ ઘન ફુટ પ્રમાણે હોય છે. ઋતુસર જે ૩૬ ઈચ સરાસરી વરસાદ પડે તે એટલા પાણીને માટે ૩૨૪ એ. મા. ક્ષેત્રફળવાળું અને ૧૦૦ ફુટ ઊંડું સરેવર જોઈએ. નર્મદાના જળવિસ્તાર પણ આટલો મોટો છે. તેના મુખથી આશરે ૫૦૦ માઈલ સુધી આ નદી વિષ્યની જમણી તરફ અને સાતપુડાની ડાબી તરફ વહે છે. ત્યારપછીનું વહેણ ગુજરાતના મેદાનમાં આવે છે. તેના વહેણના પાંચ વિભાગ થઈ શકે એમ છે. (૧) મૂળથી જબલપુર આગળ નવ માઈલ દૂર તેને ૨૦૦ માઇલનો પ્રવાહ ડુંગરાળ પ્રદેશમાં અને પર્વતની ધારે વચ્ચેથી જાય છે. (૨) જબલપુરથી હુંડીયા સુધીનો ૨૦૦ માઈલને પ્રવાહ પહોળા, રસાળ અને ખેડાણવાળા મેદાનમાં આવે છે. (૩) ઠંડીયાથી હરણફાળ સુધીને ૧૦૦ માઈલને પ્રવાહ ડુંગરાળ ભૂમિમાંથી વહે છે. (૪) હરણફાળથી મકરાઈ સુધીને ૮૦ માઇલને પ્રવાહ ઉચ્ચપ્રદેશમાંથી નીચાણ પ્રદેશમાં પડત. હોવાથી ધેધરૂપે પડે છે. ત્યાં સુરપાણ નામનો પ્રસિદ્ધ ધોધ આવેલો છે. (૫) બાકીને ૧૦૦ માઇલનો પ્રવાહ ગુજરાતમાં થઇને ખંભાતના અખાતમાં પડે છે.
નર્મદાનું વહેણ ગુજરાતમાં દાખલ થઈને ૩૦ માઈલ સુધી રાજપીપળા અને વડોદરાનાં રાજ્યને જૂદાં પાડે છે. ત્યાર પછીને ૭૦ માઈલને પ્રવાહ ભરૂચ લ્લાના અતિશય રસાળ સપાટ
1 Surat & Broach Gazetteer, p. 344, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com