________________
કચ્છનો રેતાળ પ્રદેશ
[ પી આવેલા છે. કચ્છમાં, પૂર્વ તરફ વાગડમાં અને ઉત્તર તરફ રણદીપમાં, કચ્છમાં આવેલી ટેકરીઓ પશ્ચિમમાં પહેલી છે, પણ પૂર્વ તરફ સાંકડી થતી જાય છે. એક વખતનું જવાળામુખી ધીમેધર નામનું શિખર (ઉંચાઈ ૧,૦૦૦ ફુટ) ત્યાં આવેલું છે. આશરે ૯૦૦ ફુટ ઉંચાં ઝુરા અને વારાર નામનાં બીજાં શિખરે પણ તે ટેકરીઓમાં આવેલાં છે. વાગડની ટેકરીઓ બહુ ઉંચી નથી. રણમાં પચ્છમના ટાપુમાં ઉંચામાં ઉંચું શિખર આવેલું છે અને ચેરડ, ખદીર અને બેલ વગેરેની ઉંચાઈ ૬૨૦ થી વધારે નથી. પચ્છમ ટાપુની નૈર્જીત્યમાં અની નામને ૬૫ માઈલ પહોળો એક નીચાળ પ્રદેશ છે કે જે ઉત્તરની નદીઓમાં ઘસડાઈ આવતી રેતીને બનેલો છે અને પૂર વખતે જ્યાં પાણી ભરાઈ જાય છે. આ ટાપુમાં ફક્ત આહીરે રહે છે.
કચ્છમાં કોઈ સ્થાયી નદીઓ નથી, પણ ચોમાસામાં ઘણા વિસ્તારવાળાં નાળાં મધ્યસ્થ ટેકરીઓમાંથી નીકળી, ઉત્તરે રણ તરફ
અને દક્ષિણે કચ્છના અખાત તરફ વહે છે. બીજી તુમાં નાળાં સૂકાઈ જવાથી તેઓ હારબંધ તળાવ જેવાં દેખાય છે. આ રેતાળ પ્રદેશનાં જળાશયોમાં પાણીની તંગી રહે છે. ડુંગરાળ જમીનમાં પાણીના કૂવા ઘણા આવેલા છે, પણ ત્યાં પાણી ખારું છે. ખેતીના ઉદ્યોગ માટે આ પ્રદેશમાં કંઈ અનુકૂળતા નથી. વળી ત્યાં ઝાડનું પ્રમાણ ઘણું જ ઓછું જોવામાં આવે છે. તેમાં મોટું જંગલ એકે પણ નથી.
આ વિભાગ કર્કવૃત્તને સમાન્તર હેવાથી નૈઋત્ય તરફથી વાતા મોસમી પવને તેને અસર કરતા નથી. દક્ષિણ ઢાળનો જેટલો ભાગ કચ્છના અખાતની નજીક છે, તેમાં આબેહવા માફકસર છે. બાકીના ભાગે સમુદ્રથી દૂર અને રણની પાસે હોવાથી હવા અતિવિષમ છે. ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછો વરસાદ આ વિભાગમાં પડે છે. રણકાંઠા કરતાં અંદરના ભાગોમાં અને તેના કરતાં દરીયાકાંઠા ઉપર વરસાદ સરખામણીમાં સહેજ વધારે પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com