________________
મધ્ય ગુજરાત અથવા ચરોતરને ફળદ્રગ પ્રદેશ [ ૩૭ ૧૭,૦૦૦ ચોરસ માઈલ વિસ્તારના પ્રદેશને ભીની કરતી અને મોટા પૂર સમયે એક સેકન્ડમાં આશરે ૭૫ લાખ ઘનફુટ પાણીને વેગવાળી મહી નદીને મહીસાગરની ઉપમા અપાય છે તે યથાર્થ જણાય છે. ગુજરાતમાં નર્મદા અને તાપી નદીઓ સિવાય આ મોટામાં મોટી નદી છે. મહીની મુખ્ય શાખા સમુદ્રની સપાટીથી આશરે ૧,૮૫૦ ફુટ ઉંચા માળવાના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે. મહીકાંઠા અને રેવાકાંઠાના રાજ્યમાં પ્રસાર થઈને આગળ વહેતાં આ નદી એક બાજુ ખેડા જીલ્લાને અને બીજી બાજુ પંચમહાલ જીલ્લા અને વડોદરાના રાજ્યને જુદા પાડે છે. ત્યાંથી પશ્ચિમ તરફ વહેતાં તેને જમણો કિનારે ખંભાતના રાજ્યની દક્ષિણ સરહદ કરે છે અને ડાબો કિનારે ભરૂચ જીલ્લાની ઉત્તર સરહદ બનાવે છે. તેના મુખથી લગભગ ૧૦૦ માઈલ દૂર બુંગરા આગળ તેને પટ ૪૦૦ વાર પહે, વહેણ ૧૦૦ વાર પહેળું અને ૧ ફુટ ઊંડું છે, પણ વેરાખાડી આગળ પટ આશરે ૫૦૦ વાર પહેાળો, વહેણ ૧૨૦ વાર પહોળું અને ૧ ફુટ ઉંડું છે. સમુદ્રથી લગભગ ૩૦ માઈલ દૂર દેહગામ આગળ તેનું મુખ પહોળું થઈ જાય છે. ખંભાત અને કારી વચ્ચે પ્રવાહ તેને મુખપ્રદેશ છે અને ત્યાં વધારેમાં વધારે ભરતીનાં મોજા ૨૦ ફુટ વિસ્તારનાં હોય છે, જો કે ચોમાસામાં આ નદીમાં પાણું ઠેઠ કાંઠા સુધી આવે છે. ખેડા જીલ્લામાં સામાન્ય ઋતુમાં આ નદી ૪૦ ફુટથી વધારે ઉંડી હોય છે, જો કે કેટલીક જગ્યાએ તેની સામી પાર જઈ શકાય છે. તેના મુખ આગળ ભરતીનાં મોજાં એટલાં પ્રચંડ હોય છે કે પહોળા તળીયાની હોડી સિવાય સહીસલામત બહાર નીકળી શકાય નહીં. એમ કહેવાય છે કે દેહગામ પહેલાં બંદર હતું, પણ હાલ ત્યાં વહાણ આવી શકતાં નથી.
2. Kaira Gazetteer, p. 2.
૨. છે એ p 8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com