________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[ ૩૯ પડતે વેરાન પ્રદેશ તે જ થરના રણ નામે ઓળખાય છે. અરવલ્લીના અગ્નિકોણમાં રજપૂતાનાને ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીના મુખ પણ આ ગિરિ માળામાં આવેલાં છે.
ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે અરવલ્લી પર્વત હિંદુસ્તાનને જૂનામાં જૂને પર્વત છે. (ધારવાર યુગના અંત પછી) અને હિન્દુસ્તાનનું હાલનું સ્વરૂપ બંધાતાં પહેલાં અને હિમાલય થતાં પહેલાં રજપૂતાનાના રણમાં કરી હતી. તાજેતરમાં વળી આ માન્યતા માટે એક વધુ સાબીતી મળી આવી છે. અરબી સમુદ્રમાં સંશોધન કરતાં જોન મુરે નામના અન્વેષકે શોધી કાઢયું છે કે અરબી સમુદ્રમાં સમુદ્રની સપાટીથી આશરે ૧૦,૦૦૦ ફુટ ઉંચી એક ગિરિમાળા છે. એડવીન પિસ્કે નામના ભૂસ્તરશાસ્ત્રી તે બાબતમાં જણાવે છે કે “સમુદ્રમાં આવેલા આ પર્વત અને જૂનામાં જૂના અરવલ્લી પર્વતને ઘણો સંબંધ છે. તારી યુગની શરૂઆતમાં જાનાં ગડવાના ખંડને ઘણે ખરે ભાગ દરીયામાં ડૂબી ગયેલો તે સાબીત થઈ ગયું છે. તે ખંડની મધ્યમાં હાલના હિમાલય કરતાં વધારે ઉંચે અને વિસ્તારવાળો પ્રચંડ પર્વત હતો. હાલની અરવલ્લીની ગિરિમાળા કે જે મોટા ભાગે રજપૂતાનાના રણમાં પથરાઈ ગઈ છે તે માત્ર જૂની ગિરિમાળાને અવશેષ છે, એ આથી સિદ્ધ થાય છે.”
1 Wadia D. N. Geology of India, p. 64.
Imperial Gazetteer, Vol. I p. 37–38. 2 E. H. Pascoe's, (late Director of the Geological Survey of India) Article in “News Chronicle.” Vide Bombay Chronicle, D. 18-3-34; Wadia, op. côt.
p. 203.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com