________________
૪૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
ઘેરાવ આશરે ૨૬ માઇલ અને ઉંચાઈ આશરે ૨૫૦૦ ફુટ છે. પાવાગઢ અને તેની આસપાસના ડુંગરાળ પ્રદેશમાં પણ આયુ, આરાસુર વગેરેની માફક ભૂકંપ થતા હશે એમ કેટલાકનું માનવું છે.” આ પહાડ કઠ્ઠણ શિલાને બનેલા હેાવાથી તેનાં પર ઝાડપાન એછા પ્રમાણમાં છે, પણ તેની તળેટી અને નીચાણુના ઢાળાવા સાગથી ભરપૂર છે. તેની પૂર્વ તરફની ધારેામાં ધાડાં જંગલે અને ભવ્ય કિલ્લાના બુરજો દેખાય છે. અરવલ્લીના ઉચ્ચપ્રદેશમાં જેમ શૂરવીર રજપૂતાને અપૂર્વ ઇતિહાસ રચાયા છે તેમ આ ડુંગરાળ ભીલ પ્રદેશમાં બહાદુર બાણાવળી ભીલાને ઇતિહાસ ધડાયા છે. ગુજરાતના રજપૂત અને મુસલમાની રાજાએમાંના ઘણાંએ અજિત ગણાયલા પાવાગઢના કિલ્લાને જિતવા પ્રયાસ કરેલેા પણ પ્રતિકૂળ પ્રાકૃતિક રચનાને લઇને તેમના મનેારથ ભાગ્યે જ સફળ થયેલા.૨
૧–૨. મેજર વેટસન કહે છે, કે જીના શિલાલેખામાં આ પર્વતનું નામ ‘પાવકગઢ ’ છે, એટલે પહેલા તે જવાળામુખી પર્યંત હાઇ શકે,
""
એક દંતકથા એમ કહે છે કે વૈદિક સમયમાં વિશ્વામિત્ર રૂષિની કામધેનુ ગાય ત્યાં ચરતી હતી અને પાવાગઢની જગ્યાએ એક ઉંડી ખીણુ હતી તેમાં ખસી પડી. દેવી પ્રભાવથી ગાયે આખી ખીણ દુધથી ભરી દીધી અને તરીને બહાર નીકળી. ઋષિએ આથી પેાતાના તપેામળના પ્રભાવથી ખીણને પતમાં ફેરવી નાંખી. પર્વતને ત્રીજો ભાગ ખીણમાં રહેલા પણ. ફક્ત પા ભાગ બહાર આવે, એટલે તે પર્વત પાવાગઢ કહેવાયા '’Panchmahal Gaz. p. 185.
ભૂસ્તરશાસ્ત્રીઓનુ એવું માનવું છે કે એક વખતે જ્વાળામુખી દક્ષિણ ઉચ્ચપ્રદેશના (ડેન) વિસ્તાર આશરે બે લાખ ચેારસ માઈલ હતા અને તેમાં કચ્છ, કાઠીઆવાડ, ગુજરાત, દક્ષિણ અને મધ્ય હિન્દના સમાવેશ થત હતેા. કાલાન્તરે નદીઓના પ્રવાહની અસરથી પતે એક બીજાથી જૂદા પડતા ગયેલા. પાવાગઢમાં મળી આવતી શિલા અને દક્ષિણ ઉચ્ચપ્રદેશની શિક્ષા એક જ પ્રકારની હેાવાથી તે માન્યતા સિદ્ધ થઇ શકે છે.” (Wadia, op. ci. p. 193) ઉપર્યુક્ત દંતકથા સમયમાં થયેલા પ્રચંડ જ્વાળામુખી ઉત્પાતની પ્રતીતિ કરાવે છે.
પણ પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com