________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[૪૧ વધારે ઉંચે અરવલીને ઉચ્ચપ્રદેશ આવેલો છે. પૂર્વ તરફ ડુંગરાની હાર છે અને જમીન પશ્ચિમ તરફ ઢળાવ પડતી છે. ઉત્તર અને પૂર્વ દિશામાં ઘટાદાર વૃક્ષોથી ભરપૂર ડુંગરા અને વાંકાચૂકા પટવાળી નદીઓના પ્રવાહ રમણીય દેખાવ આપે છે. પૂર્વ સરહદના ડુંગરામાં વસતા ભીલો અને નદીઓની કરાડ ભેખડે પર રહેતા કેળીઓ મુખ્યત્વે કરીને ત્યાં વધારે જોવામાં આવે છે. જો કે
ખેડાણ લાયક જમીન ઘણુંખરી જગ્યાએ છે, પણ તેને જોઈએ તેટલે ઉપયોગ થતું નથી. દક્ષિણ અને પશ્ચિમ તરફ તેનું ભૂમિ
સ્વરૂપ સાદરા અને અહમદનગર સુધી નીચાણવાળું છે કે જ્યાં ૪૦૦ ફુટથી વધારે ઉંચી જમીન નથી ત્યાંથી આગળ જતા ફક્ત નદીના કાંઠાની જમીન ઉંચી છે, તે સિવાય બાકીની જમીન સપાટ, ખેડાણવાળી અને ઝાડપાનથી ભરપૂર છે. જો કે આ પ્રદેશ દરીયા કિનારાથી દૂર છે પણ છેક ઉત્તર અને પૂર્વ તરફ સામાન્ય રીતે હવા ઠંડી રહે છે, કારણ કે ત્યાં ઉચ્ચપ્રદેશ છે. જેમ જેમ - પશ્ચિમ તરફ આવતા જઈએ તેમ તેમ આબોહવા ગુજરાતના સપાટ મેદાનના જેવી થતી જાય છે. પૂર્વ સરહદને દ્વારપાળ પાવાગઢ
ગુજરાતની આખી પૂર્વ સરહદ અભેદ કોટ જેવી છે, જે કે તેમાં કોઈ કોઈ જગ્યાએ રસ્તાઓ છે અને વ્યવહાર પણ ચાલે છે. આસપાસની ડુંગરાની હારે કરતાં પાવાગઢ ઉંચો હોવાથી પૂર્વ સરહદના દ્વારપાળ જેવો દેખાય છે. ગોધરાની દક્ષિણમાં ૨૫ માઈલ દૂર અને વડોદરાથી ૨૯ માઈલ દૂર તે આવેલો છે. ગુજરાતના સપાટ મેદાનમાંથી ઘણે દૂરથી આ પર્વત જોઈ શકાય છે. ઇ. સ. ૧૮૧૯ સુધી અમદાવાદની જુમ્મા મસજીદના મિનારા પડી ગયા ન હતા, એટલે તેના પરથી પાવાગઢ ખુશીથી દેખાતો હતો. તેને
૧, ૨ Panchmahal Gazetteer p. 185, footnotes. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com