________________
૪૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આબુ અને આરાસુર
ગુજરાતની આખી પૂર્વ સરહદ એક ઉચ્ચ પ્રદેશની બનેલી છે, પરંતુ તેમાં આવેલા મોટા પર્વત તો ગુજરાતની બહાર છે. આ પર્વતના કેટલાક ફાંટાઓ ગુજરાતમાં આવેલા છે અને તેમને જુદાં જુદાં નામે આપવામાં આવ્યાં છે. ગુજરાતની ઉત્તર સીમા દર્શાવતે આબુ પર્વત પણ એ ઉચ્ચપ્રદેશને એક ફાટે છે. તેને વિસ્તાર પ્રમાણમાં વધારે છે પણ તેને ભાગ રાજપુતાનાના રણમાં પથરાયેલ છે. ગુજરાતમાં આવેલા સર્વ પર્વતોમાં આ પર્વતની ઉંચાઈ ઘણું વધારે છે. (૫૬૦૦ ફુટ). ગિરનારની માફક આ પર્વત ઉપર ઝાડપાન પણ પુષ્કળ ઉગે છે. ત્યાં કેટલીક જગ્યાએ જમીન સપાટ હોવાથી લોકોનો વસવાટ ઘણે થયો છે. એટલે આવું જૈનોનાં તીર્થ ઉપરાંત હાલ આસપાસના રણપ્રદેશમાં હવા ખાવાનું અગત્યનું સ્થળ થઈ પડયું છે.
ગુજરાતની આખી ઈશાન સરહદપર બીજો આરાસુર પર્વત આવેલો છે. તેને વિસ્તાર આશરે ૧૦૦ માઈલ છે અને તે જંગલોથો ભરપૂર છે. તેની અંદરથી નીકળતા આરસપહાણના પત્થરને લીધે આ પર્વત ઘણો ઉપયોગી થઈ પડે છે.
આબુ અને આરાસુર પર્વતની અંતર્ગભંરચના વળી જ્વાળામુખી પર્વતના જેવી હોય તેમ માલમ પડે છે કારણ કે ત્યાં ભૂકંપ વારંવાર થાય છે તે આજે પણ જાણીતું છે. વળી એક પ્રચલિત આખ્યાયિકા પ્રમાણે આરાસુર ઉપર આવેલાં કુંભારીઆનાં દહેરાં અંબાજીના પ્રકોપથી બળી ગયેલાં, એમ કહેવાય છે. આ દંતકથા ભૂકંપ અને જ્વાળામુખીનું કાર્ય જ પૂરવાર કરે છે. મહીકાંઠાને ઉચ્ચપ્રદેશ
મહીકાંઠાને જંગલવાળે ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી ૫૦૦ ફુટ કરતાં વધારે ઉંચો છે. છેક ઈશાનમાં ૨૦૦૦ ફુટથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com