________________
પૂર્વ સરહદને ઉચ્ચ પ્રદેશ
[ ૪૩ રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ
મહીકાંઠાના ઉચ્ચપ્રદેશની હારમાં રેવાકાંઠાને ઉચ્ચપ્રદેશ આવેલે છે. તેની છેક દક્ષિણ તરફ રાજપીપળાની ટેકરીઓ આવેલી છે. છેક પશ્ચિમ તરફ સાતપૂડા પર્વતની ધારે નર્મદા અને તાપીનાં વહેણોને જૂદાં પાડે છે. મધ્યમાં પ્રસાર થતી વિંધ્ય પર્વતની ધારે મહી અને નર્મદાનાં વહેણને જૂદાં પાડે છે. ઉત્તર રાજપીપળાની ટેકરીઓને ઘેરાવ આશરે ૧૨ માઈલ છે. ત્યાં હિંસક પ્રાણીઓ બહુ જોવામાં આવે છે. ત્યાં સમુદ્ર સપાટીથી આસરે ૨,૦૦૦ ફુટ ઉંચું સતીયા દેવનું શિખર છે કે જ્યાં પહેલા અન્તિના સમયમાં રાજાઓ અને ભાયાતે આશ્રય લેતા. આ શિખર પરથી આસપાસને દેખાવ ઘણો રમણીય લાગે છે. ત્યાંથી પૂર્વ તરફ પર્વતોની નિઃસીમ હરે, દક્ષિણમાં મધ્યના ઉચ્ચપ્રદેશમાંથી પ્રસાર થતી કરજણ નદી, પશ્ચિમમાં નર્મદા નદીને સમુદ્ર તરફ વળાંક અને ઉત્તરમાં ફળદ્રુપ ગુજરાત અને પાવાગઢ દેખાય છે. વિંધ્ય પર્વતની ધાર રતનમાળથી પાવાગઢ સુધી આવેલી છે. તે ધારમાં કેટલાક ઘાટ આવેલા છે. ઉદેપુરમાં કડવાળ અને બારીયામાં સાગતાળા આગળ આવેલા ઘાટમાંથી ગાડાં જઈ શકે છે. રતનમાલની ઉત્તરે આશરે ૮૦૦ થી ૧૨૦૦ ફુટ ઉંચી ટેકરીઓ છે કે જે મહી અને બનાસનાં વહેણને જૂદાં પાડે છે. ત્યાં પણ ગોધરા અને દહેજ વચ્ચેના ધોરી માર્ગ ઉપરાંત બારીયા, સંપ, અને રેવાકાંઠાના અન્ય ગામોથી દાહોદ, ઝાલોદ અને લીંમડી સુધી ઘાટમાંથી પ્રસાર થતા રસ્તાઓ છે. ઠેઠ અરવલ્લીથી વિંધ્ય સુધી પર્વતની વાંકાચૂકી હારે આવેલી હોવાથી, સામાન્ય રીતે આખી પૂર્વ સરહદ ડુંગરાળ લાગે છે. આ ઉચ્ચપ્રદેશમાં “પહાણ, પાણી અને પાન” સિવાય કંઈ અન્ય અતિશય પ્રમાણમાં જોવામાં આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com