________________
૪૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન મહી, નર્મદા અને તાપીનાં વહેણવાળ પ્રદેશ
સિપાટ રસાળ મેદાનો
મધ્ય ગુજરાતની નીચે ફળદ્રુપ મેદાનને પ્રદેશ આવેલો છે કે જેમાં ગુજરાતની મહાનદીઓ વહેવાથી જળમળ વડે બનેલી કાંપની જમીન ઘણી જ રસાળ છે. વળી તેમની પાસે સમુદ્રકિનારે હેવાથી આબોહવામાં પણ ફેરફાર માલમ પડે છે.
મહી અને નર્મદા નદીઓની વચ્ચમાં આવેલા સપાટ મેદાનમાં ભરૂચ જીલ્લાને મોટે ભાગ, વડોદરા પ્રાંત, પંચમહાલ અને રેવાકાંઠાને ડોક ભાગ આવી જાય છે. પંચમહાલ અને રેવાકાંઠા તરફ જમીન ડુંગરાળ છે. તે સિવાય બાકીની જમીન પૂર્વથી પશ્ચિમ તરફ સહેજ ઢાળ પડતી તદ્દન સપાટ છે. દરીયાકિનારા પાસેની સાંકડી પટ્ટી રેતાળ છે. ત્યાર પછી ખારી જમીનની પટ્ટી આવે છે. અને આગળ વધતાં કાળી ફળદ્રુપ જમીન આવે છે. વડોદરા પ્રાંતની ભૂતળરચના લગભગ ખેડા જીલ્લા જેવી જ છે.
નર્મદા અને તાપી, એ નદીઓની વચ્ચમાં આવેલું બીજું રસાળ મેદાન ભૂતળરચનામાં સરખું છે. તેમાં ભરૂચ, સુરત ને રેવાકાંઠાના થોડાક ભાગો અને વડોદરાનો નવસારી પ્રાંત મોટા ભાગે આવી જાય છે. પૂર્વ તરફ રાજપીપળા પર્વત અને સાતપૂડા પર્વતને એક ફોટો આવેલા છે. સમુદ્ર પાસેની જમીન રેતાળ અને ખારી છે અને તેની અને ડુંગરાળ સરહદની મધ્યમાં આવેલ ભાગ નાની નદીએના કાંપથી ફળદ્રુપ બનેલો છે. ઉત્તરના મેદાનમાં ફળાઉ ઝાડે અને જંગલો બહુ આવેલાં છે. દરીયા પાસેના પ્રદેશમાં હવા ભીની અને માફકસર છે, પણ અંદરના ભાગમાં સમુદ્રથી ઓછાવતા
અંતરને લીધે આબોહવામાં ફેરફાર થતો જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com