________________
૩૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન નથી. ધંધુકાના રાણપુર શહેરની પશ્ચિમમાં થોડેક દૂર નાની ટેકરીએની હાર છે અને તે કાઠીયાવાડના ચોટીલા પર્વતને મળી જાય છે. આ મેદાનમાં શિયાળામાં ઘણું ઠંડી પડે છે અને ઉનાળામાં ગરમી વિશેષ લાગે છે, કારણ કે તે સમુદ્રથી દૂર છે અને જમીન સમુદ્ર સપાટીથી ઉંચી નથી. બનાસ, સરસ્વતી અને સાબરમતીનાં વહેણ - બનાસ નદી ઉદેપુરની ટેકરીઓમાંથી નીકળી, ડીસા શહેરની પશ્ચિમ તરફ વહે છે, અને કચ્છના રણમાં દ્વિમુખે પડે છે. તેને સીપુ અને બાળારામ નામની શાખાઓ મળે છે. આ નદી રેતાળ પ્રદેશમાં રહે છે અને મૂળથી મુખ સુધી આશરે ૧૫૦ માઇલ લાંબી છે. તેમાં બારે માસ પાણું ન રહેવાથી બંધ બાંધી તેનું પાણી ખેતીના કામમાં લેવામાં આવે છે. તેના ઉપર રાધનપુર અને ડીસા મુખ્ય શહેરે છે.
સરસ્વતી નદી મહીકાંઠાના આરાસુર પર્વતમાંથી નીકળી, રેતાળ પ્રદેશમાંથી પ્રસાર થઈ કચ્છના રણમાં પડે છે. બનાસ અને સરસ્વતી બને નદીઓનાં મૂળ, પ્રવાહ અને મુખ એકસરખાં છે. સરસ્વતીના નીચલા વહેણમાં પાણીની તંગી ઘણું પડે છે અને જે પાણી મળે છે તે ખારું હોય છે. ઘણાં જૂના સમયથી હિન્દુઓમાં આ નદી પવિત્ર મનાય છે. તેના ઉપર સિદ્ધપુર (તીર્થસ્થાન), દાંતા અને પાટણ મુખ્ય શહેરે આવેલાં છે.
ઉત્તર ગુજરાતના સપાટ મેદાનમાં વહેતી બીજી અગત્યની નદી સાબરમતી છે. અરવલ્લીની ગિરિમાળાના ઢેબર સરોવરમાંથી નીકળી મહીકાંઠામાં થઈને અમદાવાદ જીલ્લાના વાયવ્ય ખૂણા આગળ હાથમતીને મળે છે. ત્યાર પછી આ નદી સાબરમતી કહેવાય છે (સાબર + મતી). તે પહેલા પ્રવાહ સાબર નામે ઓળખાય છે. આગળ વહેતા આ નદી પ્રાંતીજની પશ્ચિમ સરહદ બનાવે છે, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com