________________
ઉત્તર ગુજરાતને સપાટ મેદાનને પ્રદેશ
[ a૧. ભૂમિરચનાને લીધે મૂળ ગુજરાતથી અનેક રીતે જૂદ પડે છે. ઓછી રસાળ અને ડુંગરાળ જમીનવાળા કાઠીયાવાડ કીપકલ્પમાં વળી ભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિ માલમ પડે છે.
ઉત્તર ગુજરાતનો સપાટ મેદાનને પ્રદેશ રાધનપુરનું રણ
આ વિભાગની છેક ઉત્તરમાં થરનું રણ આવેલું છે. તેને ધણ ખરે ભાગ રેતાળ અને ખારાશવાળે છે. બનાસ નદીના વહેણવાળા આ પ્રદેશને બનાસકાંઠે પણ કહે છે. થરનું રણ મુક્યા પછી રાધનપુરનું રણ શરૂ થાય છે. આ રણમાં એક પણ ડુંગર કે પહાડ નથી. કોઈ કોઈ ઠેકાણે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઉંચાણવાળી જમીન માલમ પડે છે કે જેને “ગેઢ' કહે છે. જ્યાં
જ્યાં વસ્તીવાળા ગામે છે ત્યાં ત્યાં તે આવી ઉંચાણવાળી જમીન (ગઢ) ઉપર વસેલાં છે. ઘણુંખરી જમીન કાંપથી બનેલી છે અને કાળી છે, પરંતુ નદીઓમાં ઘસડાઈ આવતા ખારને થર ત્યાં એકઠા થયાં જ જાય છે. આથી જમીન ઓછીવત્તી ખારવાળી દરેક ઠેકાણે માલમ પડે છે. કચ્છનું રણ, રાધનપુરનું રણ અને થરનું રણ એ અખંડ રેતાળ અને ખારે પાટ છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર અને રેતાળ લેવાથી આબોહવા અતિ વિષમ છે. વરસાદ ઓછામાં ઓછા પડે છે અને ઉનાળામાં પવનનાં સન્ત તોફાને ચાલુ રહે છે. કડી, અમદાવાદનું સપાટ મેદાન
સાબરમતી અને સરસ્વતી નદીની મધ્યમાં આવેલો વડેદરા રાજ્યને કડી પ્રાંત અને ઉત્તર વિભાગને અમદાવાદ જીલ્લે લગભગ
સપાટ મેદાન જેવું છે. ફક્ત ઈશાન તરફ મોડાસા આગળ જમીન ડુંગરાળ છે, પણ ૫૦૦ ફુટથી વધારે ઉંચા કોઈ પણ ખડક ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com