________________
૩૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન ઉત્તર ગુજરાતની પ્રાચીન મહાનદી
ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતમાં એક મોટા વિસ્તારવાળી નદી વહેતી હતી અને તે ખંભાતના અખાત આગળ મળતી હતી. કાઠીયાવાડને વિભાગ દ્વીપકલ્પને બદલે એક દ્વીપ હતો. પરંતુ એ મહા નદી વિષે બે ત્રણ મતભેદ છે.
કાઠીયાવાડ ગેઝેટીયરને કર્તા આ મહા નદીને સિંધુ અથવા કઈ મહા નદી ધારે છે. તે લખે છે કે “ત્રેતાયુગમાં અથવા તેના અંતમાં કાઠીયાવાડ માત્ર દીપ હતે. સિંધુ અથવા કઈ મહાનદી સમુદ્રના લાંબા અખાતમાં વહેતી અને આ ફાટે લગભગ લાહોર સુધી પહોંચતો. જ્યારે સિંધુ અથવા મહાનદીનું વહેણ ખસતું ગયું ત્યારે કુછ અને ખંભાતના અખાતે વચ્ચે આવેલા ઝાલાવાડની જગ્યાએ
એક છીછરું સરોવર બન્યું. ધીમે ધીમે ખંભાતના અખાત ખસતો ગયે અને ત્યાં ભાલ અને ઝાલાવાડને ફળદ્રુપ પ્રદેશ બંધાયે.૧
શ્રીયુત અમરનાથ દાસના મત પ્રમાણે ખંભાતના અખાત પહેલાં ન હતું, અને તેને બદલે નર્મદા નદી હાલ અખાતને મળે છે તે ન મળતાં ઉત્તર તરફ વળી કચ્છના અખાતને મળતી. આ રીતે તેઓ હાલની નર્મદા નદીને ઉત્તર ગુજરાતની ખંડસ્થ મહાનદી ધારે છે.?
શ્રીયુત રત્નમણિરાવ વળી સિદ્ધ કરે છે કે આ ખંડસ્થા નદી સિંધુ કે નર્મદા કોઈ ન હતી, પણ વૈદિક સમયની સરસ્વતી હતી કે જેને પ્રવાહ ભૂકંપ વગેરે ઉત્પાતોથી ધીમે ધીમે લુપ્ત થયેલ.
9. Wadia D. N. Geology of India, p. 256 & Kathiawar Gazetteer, p. 78.
૨-૩ રત્નમણિરાવ ભીમરાવ, “ખેવાયેલી નદી”, પ્રસ્થાનને કાર્તિક અંક (૧૯૮૦). પા. ૧૩-૨૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com