________________
પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગે
[ ૯ રૂપરેખા પરથી આ શિલાઓના નિર્જીવયુગ, પ્રાથમિક જીવનયુગ અને માધ્યમિક જીવનયુગ, એ પ્રમાણે વિભાગો કરવામાં આવે છે. આમેય શિલાઓનાં રાસાયણિક બંધારણ પ્રમાણે કે જ્વાળામુખી સ્થિતિ પ્રમાણે વિભાગે કરવામાં આવે છે. વળી શિલાના સ્વરૂપથી ભૂમિની રચના, જમીનની ફળદ્રુપતા કે ખનીજની વિવિધતા વગેરેને નિર્ણય થઈ શકે છે. આથી ભૂસ્તરવિજ્ઞાન અને પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનને ઘણો ઘાડે સંબંધ છે, એ સમજાશે. પ્રત્યેક વિજ્ઞાનના અભ્યાસીને એકબીજાના સિદ્ધા તે જાણવા આવશ્યક છે. કોઈ પણ દેશ કે પ્રાન્તની પ્રાકૃતિક પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સમજવા માટે ત્યાંની શિલાઓના પ્રકાર અને તેમની ફળદ્રુપતા પર થતી અસર વગેરેનું જ્ઞાન જરૂરનું છે. ભૂમિ અને જળાશયની પરસ્પર સ્થિતિ
ભૂપૃષ્ઠરચનામાં અને કુદરતી ઘટનામાં ફેરફાર કરનાર બીજું કારણ ભૂમિ અને જળાશયની સ્થિતિ છે. પૃથ્વીના પડને લગભગ શ્રેથે ભાગ ભૂમિથી ભરપૂર છે અને બાકીના પિણ ભાગમાં જળાશો આવેલાં છે. પૃથ્વીના નકશાનું અવલોકન કરવાથી માલમ પડશે કે ભૂમિના બે મુખ્ય વિભાગો થઈ શકે છે. એક પૂર્વ ગોળાર્ધ અથવા જૂની દુનિયા અને બીજે પશ્ચિમ ગોળાર્ધ અથવા નવી દુનિયા. આ બે વિભાગો વળી જૂદા જૂદા ખડે અને દેશમાં વહેંચાઈ ગયેલા છે. ભૂમિને ઘણોખરો મોટો ભાગ ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. ઉત્તર ગોળાર્ધમાં આ ભૂમિ પહોળી અને વિસ્તીર્ણ છે, પણ દક્ષિણ ગોળાર્ધમાં તે ત્રિકોણાકાર અને સાંકડી થતી દેખાય છે. આખી પૃથ્વીને વીંટળાઈ રહેલો મહાસાગર કે જે જૂદા જૂદા ભૂમિઅમૂહાથી વિભક્ત થયેલ છે તે છેક ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ પર્વત શ્રાવેલો છે.
જળ અને જમીનની પરસ્પર સ્થિતિ તથા સંબંધથી વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com