________________
આબેહવાનાં મુખ્ય કારણો
[ ૧૩ ઉષ્ણતામાન અને ઘનતાથી ઉત્પન્ન થતા ઠંડા અને ગરમ પ્રવાહ પૃથ્વી ઉપરના કેટલાક પ્રતિકૂળ આબોહવા અનુભવતા પ્રદેશને આશિર્વાદરૂપ થઈ પડે છે.
મહાસાગર ઉપરાંત સ્થાનિક જળાશ જેવાં કે નદીઓ, સરવરે અને ઝરાઓ પણ આબેહવા ઉપર અસર કરે છે. મહાસાગરનું પાણી વરાળ થઈ ઉચે ચઢે છે અને વરસાદ રૂપે પૃથ્વી ઉપર પડે છે. પર્વતમાંથી વહેતી નદીઓ માર્ગમાંથી ક્ષાર વગેરે પદાર્થો સમુદ્રમાં લઈ જાય છે. આથી સમુદ્રનું પાણી ખારું થાય છે. વરસાદનું પાણી જે જમીનમાં અદશ્ય થાય છે તે જૂદા જૂદા ખડકમાં થઇને ઝરણા રૂપે બહાર આવે છે. કેટલાંક ઝરણાં જુદાં જુદાં રસાયણથી મિશ્રિત હોય છે ત્યારે કેટલાકમાંથી પ્રવાહ અખલિત રીતે વહેતે હેાય છે. નદીઓ જેવા માર્ગમાંથી વહે છે તે પ્રમાણે તેઓ વ્યવહાર માટે યોગ્ય કે અયોગ્ય હોય છે. નદીઓના જળમળ વડે આસપાસના પ્રદેશની ફળદ્રુપતા પણ વધે છે. છતાં સ્થાનિક જળાશયો કસ્તાં મહાસાગરની આબોહવા ઉપર અસર ઘણું થાય છે. ઉપર્યુક્ત પ્રાકૃતિક પરિસ્થિતિથી વિવિધ કુદરતી ઘટનાને આવિર્ભાવ થાય છે અને તેમની સંયુક્ત અસરથી જૂદી જૂદી મનુષ્યની પ્રવૃતિઓ ઘડાય છે,
આબેહવાનાં મુખ્ય કારણે કોઈ પણ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિ જાણવા માટે ત્યાંની ભૂપૃથરચનાનું જ્ઞાન આવશ્યક છે, એટલું જ નહીં પણ ત્યાંને હવામાનની સ્થિતિ જાણવી જરૂરી છે. આથી પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનના અભ્યાસીને હવામાનવિદ્યાના સિદ્ધાન્તો સમજવા પડે છે. વાતાવરણમાં જુદા જુદા વાયુ જૂદા જૂદા પ્રમાણમાં મશ્રિત હોય છે અને તે પ્રમાણ વનસ્પતિ અને પ્રાણીના જીવનને આવશ્યક છે, વળી વાતાવરણ પૃથ્વીનાં પડ ઉપર ઓછું કે વધારે દબાણ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com