________________
આબેહવાનાં મુખ્ય કારણે
[ ૧૭ રીતે ઉષ્ણતા અને ભિનાશ લાવે છે, ત્યારે શીત સમુદ્ર તરફથી વાતા પવન આબોહવાને ઠંડી અને સૂકી બનાવે છે. આથી ખ્યાલ આવશે કે કોઈ પણ સ્થળ આગળ સમુદ્ર કે જળાશય હોય, પરંતુ જે ત્યાં પવન ન વાતા હોય તે તે પ્રદેશની આબેહવા ઉપર બિલકુલ અસર થતી નથી. વર્ષો ઋતુવાળા પવન સમુદ્ર તરફથી આવીને પર્વત સાથે અથડાય છે અને પાસેના પ્રદેશમાં વરસાદ રૂપે પડે છે. પર્વતની દિશા અને સ્થિતિ.
પર્વતની દિશા અને સ્થિતિ પણ આબોહવા ઉપર ઘણું અસર કરે છે. પર્વતની જે બાજુએ ભેજવાળા પવન અથડાતે હોય તે બાજુ ભિનાશવાળી અને બીજી બાજુ તરફનો પ્રદેશ સૂકે હોય છે. હિમાલય પર્વતની દિશા અને સ્થિતિ હિંદને ઘણું લાભકતી છે, કારણ કે ઉત્તર તરફના ઠંડા પવનને રોકે છે, એટલું જ નહીં પણ દક્ષિણ તરફથી વાતા ભેજવાળા પવનને અટકાવીને વરસાદ લાવે છે. વળી ઈટાલીને આસ પર્વત ઠંડા પવનને રોકીને તે પ્રદેશને ગરમ રાખે છે અને રશીયામાં એક ઉંચો પર્વત ન હોવાથી ઉત્તરને ઠા પવન છેક કાળા સમુદ્ર સુધી વાય છે. સમુદ્રની સપાટીથી ઉંચાઇ
પૃથ્વીની સપાટી પાસેની હવા ઘટ્ટ અને ભીની હોવાથી ગરમી વધારે સંધરે છે. આથી હવાના નીચલા પડને સૈાથી વધારે ઉષ્ણતા મળે છે અને જેમ સમુદ્રની સપાટીથી ઉંચાઈ વધારે તેમ હવાનું ઉષ્ણતામાન ઓછું થાય છે. જે આ કુદરતી નિયમ ન હેત તો વિષુવવૃત્ત ઉપર આવેલા પર્વત બરફથી આચ્છાદિત હેત નહિ. આ અગત્યના આહવાના કારણથી ઉષ્ણ કટિબંધમાં આવેલા ઉચ્ચ પ્રદેશની ઘણી જગ્યાઓ મનુષ્યને રહેવા લાયક બની છે; પરંતુ સમશીતોષ્ણુ કટિબંધમાંના કેટલાક ઉચ્ચપ્રદેશ તદ્દન નિર્જન અને વેરાન માલમ પડે છે. પૂર્વ આફ્રિકાનું મેમ્મસા શહેર અને દક્ષિણ અમેરીકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com