________________
પ્રાકૃતિક પરિસ્થિતિનો સંબંધ
[ ૨૩
મનુષ્યનો વસવાટ કરવાને કેટલે ભોગ આપવો પડશે તેનો ખ્યાલ પણ આવી શકે તેમ નથી. ઉત્તરધ્રુવ પાસેના ઠંડા રણપ્રદેશમાં વિપુવવૃત્તના પ્રદેશ કરતાં તદ્દન જુદી જ વનસ્પતિ ઉગે છે તેનું કારણ પણ આબાહવા છે. ત્યાં નાના છોડવા ને શેવાળ સિવાય કંઈ ઉગતું જ નથી. શિયાળામાં સર્વ પ્રદેશ બરફથી એટલો છવાઈ જાય છે કે કંઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. ઉનાળામાં પણ જમીન ભિનાશવાળી રહે છે, પરંતુ જ્યારે સૂર્યને પ્રકાશ વધવા માંડે છે ત્યારે કુદરત ધીમે ધીમે ખીલે છે અને જમીન એક પ્રકારની વનસ્પતિથી છવાઈ જાય છે. આ વખતે લોકો તેમનાં રહેઠાણોમાંથી ધીમે ધીમે બહાર આવે છે અને આવતા શિયાળાને માટે ખોરાકને સંગ્રહ કરવા લાગે છે. પ્રાણી
મનુષ્યપ્રવૃતિને અંકુશમાં રાખતું શું કારણ પ્રાણજીવન છે. જો કે પ્રાણુની વિવિધતાનો આધાર જૂદી જૂદી વનસ્પતિ ઉપર રહે છે, પરંતુ કુદરતી રચના અને આબોહવા મુખ્ય કારણ છે. ઊંટ કે જે ઘણા દિવસ સુધી પાણુ વગર મુસાફરી કરી શકે છે તે હંમેશાં ગરમ રેતાળ પ્રદેશમાં જોવામાં આવે છે, અને રેતાળ પ્રદેશ હોવાનું મુખ્ય કારણ આબોહવા છે. ઘેટાં સામાન્ય રીતે જ્યાં સખત ગરમ અને ભિનાશવાળી હવા હોય છે ત્યાં ઉછેરાતાં નથી, પરંતુ ઠંડા પ્રદેશમાં જ્યાં ઘાસચારે પુષ્કળ હોય છે ત્યાં જોવામાં આવે છે. ગરમ પ્રદેશમાં જ્યાં જમીનના ઉંચાણને લીધે હવા માફકસર બને છે, ત્યાં પણ ઘેટાંની ઉછેર સારી થાય છે; કારણ કે આવી જગ્યાએ કુદરતી રચના અને આબોહવાની સંયુક્ત અસરથી ઘેટાં જેવાં પ્રાણીને ઉછેર સહેલાઈથી થઈ શકે છે. પ્રાણુની પેદાશની ઉપયોગિતા પ્રમાણે મનુષ્ય પ્રવૃત્તિમાં પણ અગત્યના ફેરફાર થાય છે. પ્રાકૃતિક પરિસ્થિતિ પર મનુષ્યને કાબુ
ભૂગોળવેત્તાઓનું એવું મંતવ્ય છે કે ઉપર્યુક્ત કારણે જે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com