________________
પ્રાકૃતિક પરિસ્થિતિને સંબંધ
[ ૨૫ પરંતુ અર્વાચીન પ્રગતિશીલ મનુષ્ય પ્રતિકૂળ કુદરતી અસરને સાનુકૂળ બનાવી છે. વૃક્ષનાં પાંદડાં કે વેલા અથવા પ્રાણીની ચામડી વડે શરીરનું રક્ષણ કરવાને બદલે અર્વાચીન મનુષ્ય વિવિધ સુતરાઉ ગરમ કે રેશમી પોષાક પહેરે છે. પહાડની બખોલમાં કે ઝાડ ઉપર રહેવાને બદલે હાલને મનુષ્ય ચૂના પત્થરનાં બાંધેલાં ભવ્ય મકાનમાં રહે છે. વળી ફળફુલ કે જંગલની પેદાશ ઉપર નિર્વાહ કરવાને બદલે તે વિવિધ ખોરાકની વાનીઓ મેળવે છે. આ સર્વ ફેરફાર મનુષ્ય કરી શકો છે અને તેટલા પ્રમાણમાં તેણે કુદરત ઉપર વિજય મેળવ્યો છે એમ કહી શકાય. પરંતુ આહવામાં ફેરફાર તે કરી શકે નથી અને એ તેની શક્તિની બહાર છે. જેટલે અંશે આબેહવામાં ફેરફાર થઈ શક્યા નથી તેટલે અંશે અર્વાચીન સંસ્કૃતિના યુગમાં પણ કુદરતની અસર સીધી કે આડકતરી રીતે જોવામાં આવે છે. આહવા સિવાય પરદેશગમન, વાર, આંતરજાતીય લગ્ન, વિવિધ સંજોગો અને અવસરે વગેરે કારણે મનુષ્ય ઉપર અસર કરે છે. સમય પણ તેમાં અમૂલ્ય ભાગ ભજવે છે, કારણ કે કાલાન્તરે મનુષ્ય એક પરિસ્થિતિમાંથી બીજીમાં આવે છે. છતાં આબોહવા એ અગ્ર કારણ છે અને તેની અસર અપ્રતિમ રહેલી છે.
મનુષ્યનાં શારીરિક કે માનસિક લક્ષણો ઉપર કે તેની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આબોહવાની ઓછીવત્તી અસર થાય છે. મનુષ્યના વસવાટને આધાર ઘણું કરીને અનુકૂળ આબેહવા ઉપર રહે છે.
જ્યાં અતિશય ગરમી કે ઠંડી પડે છે ત્યાં મનુષ્યનો વસવાટ થઈ શકતો નથી. આથી ઉત્તરના ઠંડા પ્રદેશમાં, રણમાં કે જંગલમાં વસ્તી ઓછા પ્રમાણમાં હોય છે. હવામાન કરતાં વરસાદ ઉપર મનુષ્યના વસવાટને ઘણો આધાર રહે છે. વિષુવવૃત્ત આગળ કે
જ્યાં અતિશય ગરમી અને વરસાદ પડે છે. ત્યાં દુનિયામાં સૌથી ઘાડી વસ્તી માલમ પડે છે, કારણ કે વરસાદને લઈને વનરપતિ પણ ત્યાં પુષ્કળ ઉગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com