________________
પ્રાકૃતિક પરિસ્થિતિ
[ ૨૯ પ્રાચીન સમયમાં આ વિભાગને અન્ય નામથી ઓળખતા, એટલું જ નહીં પણ ભૌગોલિક કે રાજકીય દૃષ્ટિએ તે એક પ્રાન્ત ન હતે. દ્વીપકલ્પને સૌરાષ્ટ્ર, ખંડસ્થભૂમિના ઉત્તર વિભાગને આનર્ત અને મધ્ય અને દક્ષિણ વિભાગને લાટ નામથી ઓળખતા. “ગુજરાત' નામ “ગુર્જરરાષ્ટ્ર” ઉપરથી પડેલું છે, કારણ કે સિથીચનમાંથી ઉતરી આવેલી ગુર્જર નામની જાત ચોથી અને પાંચમી સદીના મધ્યમાં આ પ્રદેશમાં આવીને વસેલી૧
ગુજરાતને વિસ્તાર ૬૪ હજાર ચોરસ માઈલ છે. તેમાંથી કચ્છને વિસ્તાર બાદ કરીએ તો બાકીને ઈગ્લાંડ અને વેલ્સના વિસ્તારની બરાબર થાય છે, પરંતુ વસ્તીનું પ્રમાણ તેમાં ઘણું ઓછું છે. મુંબઈ ઈલાકાના વિસ્તારને લગભગ ત્રીજો ભાગ ગુજરાત પ્રાન્તમાં જ છે. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ પહોળાઈ આશરે ૪૦૦ માઈલ છે.
આ હિન્દુસ્તાન વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલો છે અને ગુજરાત સહિત તેને અર્ધો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવેલ છે. કર્કવૃત્ત બરોબર હિન્દુસ્તાનની મધ્યમાંથી અને ગુજરાત ઉપરથી પસાર થાય છે. આશરે ૨૦૦૫ અને ૨૪૯ ઉત્તર અક્ષાંશ અને ૬૯૨ અને વખત એવો હતો કે સૌરાષ્ટ્રના રાજ્યની સત્તા તળે ગુજરાત હતું તેમ એક વખત એવો હતો કે ગુજરાતની સત્તા તળે સૌરાષ્ટ્ર હતું. આજકાલ ભાષાને લીધે, ધર્મને લીધે, વિદ્યાજ્ઞાનના પ્રચારને લીધે, બન્નેના ઉપર એકજ રાજ્યસત્તા છેડીને પૂરી હેવાને લીધે પ્રજારૂપે ગુજરાતી ને કાઠીયાવાડી એક્ય વધારતા જાય છે. કચ્છ જરા વધારે દૂર છે કે જો કે ત્યાંની મૂળ ભાષા નદી છે તે પણ આજકાલ ગુજરાતી ભાષા ત્યાં પણ વિશે પ્રસરવા માંડી છે. અર્થાત કચ્છીઓનું પણ આપણે સાથે એક્ય વધતું જાય છે.” કવિ નર્મદાશંકરનું નિર્મગદ્ય (૧૮૬૯) પા. ૭૩.
2. Gazetteer of Bombay Presidency Vol. VIII,(Baroda) th 266–282.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com