________________
૨૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
કરતાં વર્ષા ઋતુવાળા અથવા ઉણ પ્રદેશમાં રહેતા લોકે સામાન્ય રીતે આળસુ, શાન્તિપ્રિય અને અનિયમિત સ્વભાવના હોય છે. ગ્રેટ બ્રિટન જેવા દેશમાં કે જ્યાં મનુષ્યને અપ્રતિબદ્ધ રીતે કામ કરવામાં અડચણ પડે તેવી ઠંડી પડતી નથી અથવા તે ઔદ્યોગિક સ્વભાવને પ્રતિકૂળ નીવડે તેવી સખત ગરમી પડતી નથી ત્યાં મુખ્યત્વે કરીને લોકે. સાહસિક, ઉઘોગી, ઉત્સાહી અને પ્રગતિશીલ બને છે તેનું એક કારણ આબેહવા જ છે. વનસ્પતિ
વનસ્પતિ પણ મનુષ્યપ્રવૃત્તિને નિયમમાં રાખતું એક અગત્યનું કારણ છે, પરંતુ તેને આધાર કુદરતી રચના અને આબેહ્વા ઉપર રહે છે. ડુંગરાળ પ્રદેશમાં જેટલે અંશે જમીન દરીયાની સપાટીથી ઉંચી હોય છે તેટલે અંશે વનસ્પતિ પણ ઓછાવત્તા પ્રમાણમાં ઉગે છે. વળી પર્વતની વાયુવાળી બાજુ કરતાં વિરૂદ્ધ બાજુમાં તદ્દન જૂદી વનસ્પતિ માલમ પડે છે, કારણ કે વાયુવાળી બાજુ તરફ પવન વરસાદ લાવે છે તેથી આબેહવામાં ફેર પડે છે. રેકી પર્વતની વાયુવાળી બાજુમાં પુષ્કળ વરસાદ પડવાથી ઘણું કિંમતી વૃક્ષ ઉગે છે અને નીચાણના ઢળાવ ઉપર ફળનું સારૂ વાવેતર થાય છે. તે જ પર્વતની વિરૂદ્ધ બાજુએ લગભગ વૃક્ષ ઉગતાં જ નથી, તેથી ત્યાંની વનસ્પતિમાં ઘાસ ને છોડવા સિવાય કંઈ જોવામાં આવતું નથી.
વિષુવવૃત્ત આગળના પ્રદેશમાં અતિશય વનસ્પતિ ઉગે છે તેનું કારણ પણ આબોહવા છે. દક્ષિણ અમેરીકાની આમાઝોન નદી અને આફ્રીકાની કેગે નદીની આસપાસના પ્રદેશમાં સતત ગરમી અને વરસાદ પડવાથી એટલાં બધાં ઘીઘીચ જંગલો આવેલાં છે કે હજુ સુધી કેટલીક જગ્યાએ મનુષ્ય વસવાટ કરી શકયો નથી અને કુદરતનું સામ્રાજ્ય પણ અચળ રહેલું છે. આવા પ્રદેશમાં વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com