________________
૨૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન છે. હિંદમાં પણ જળશક્તિને ઉપયોગ થવા લાગ્યો છે. દક્ષિણમાં કાવેરી નદીના ધોધમાંથી, પંજાબમાં સતલજ નદીના ધોધનાં વહેણ-- માંથી અને મુંબઈમાં પશ્ચિમ ઘાટપર આવેલા સરોવરમાંથી ઉત્પન્ન. થતી વિદ્યુત વડે આસપાસના પ્રદેશને ઘણે લાભ મળે છે. | નદીનો ઉપયોગ સામાન્ય રીતે વ્યવહારના સાધન તરીકે પુષ્કળ થાય છે. તે ઉપરાંત નદીની આસપાસને પ્રદેશ ઘણે ભાગે સપાટ હોવાથી જમીન માર્ગને વ્યવહાર પણ સાનુકૂળ થઈ પડે છે, યુરેપની ડાન્યુબ નદી, બ્રહ્મદેશની ઇરાવદી નદી અને અમેરીકાની હડસન નદી જે કે ડુંગરાળ પ્રદેશમાંથી વહે છે છતાં તેમના વહેણુ પાસેના સપાટ મેદાનમાંથી પ્રસાર થતી મોટી રેલવે મારફતે પુષ્કળ વ્યવહાર ચાલે છે. આફ્રીકાની ઝાંબેસી નદી ઘણા ધંધને લઈને અને દક્ષિણ હિન્દી નદીઓ ઉંડી ખીણોને લઈને વ્યવહારોગ્ય નથી, છતાં તેમની આર્થિક અગત્ય વધારી શકાય તેમ છે. તેમના ધોધમાંથી ઉત્પન્ન થતી વિદ્યુતશક્તિ વડે ઔદ્યોગિક ખીલવણી થઈ શકે એમ છે.
કેટલાક પ્રદેશમાં નદી કે પર્વત રાજકીય હદ ઓળખવામાં ઉપયોગી થઈ પડે છે. જર્મની અને ફ્રાન્સ વચ્ચેની વાઈન નદી અથવા તે સ્પેન અને કાન્સ વચ્ચેનો પિરિનીઝ પર્વત ઘણા વખતથી રાષ્ટ્રિય સીમા તરીકે ઓળખાય છે. વળી ઘણી નદીઓ મુખ આગળ ડેટા-દોઆબ બનાવે છે, આથી પ્રદેશની ફળદ્રુપતા અને વરતીમાં પણ વૃદ્ધિ થાય છે.
ઉચ્ચપ્રદેશ પણ મનુષ્યની પરિસ્થિતિમાં અતિ મહત્વને ભાગ ભજવે છે. ઘણે ભાગે આવા ઉચ્ચપ્રદેશે રેલવે વ્યવહાર માટે પ્રતિકૂળ હોય છે, એટલું જ નહીં પણ વરસાદ ઓછો પડવાથી ત્યાં વારંવાર દુષ્કાળ પડે છે. તે ઉપરાંત ત્યાંની નદીઓ પણ ઝડપથી વહેતી. હોવાથી વ્યવહારોગ્ય બનતી નથી.
મેદાનવાળા પ્રદેશમાં કે જ્યાં આબોહવા અનુકૂળ હોય છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com