________________
૧૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પરસ્પર સ્થિતિથી તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પાછું જમીન કરતાં ધીમેથી ગરમ થાય છે તેમ જ ધીમેથી ઠંડુ પડે છે. આથી જમીન અને જળાશયની આસપાસનું હવામાન પવનની મદદથી મિશ્ર થાય છે. આવાં સ્થળોની આબેહવા ઉનાળામાં વધારે ઠંડી અને શિયાળામાં વધારે હંફાળી હોય છે. જો કે સ્થળો સમુદ્રથી દૂર આવેલાં હોય પરંતુ તેમની આસપાસ સરોવર હોય તે પણ ત્યાં હવા સુખકારક અને માફકસર બને છે. દાખલા તરીકે રશીયાની મધ્યમાં જળાશયના અભાવે હવામાન અતિવિષમ છે, ત્યારે ઉત્તર અમેરીકાની મધ્યમાં મહાન સરવરેને લીધે આબેહવા પ્રમાણમાં સુખકારક છે. સમુદ્રમાં વહેતા પ્રવાહ
કેટલીક વખત સમુદ્રમાં વહેતા ગરમ પ્રવાહથી ઠંડા પ્રદેશના કિનારા છેવાય છે ત્યારે તે પ્રદેશની આબોહવામાં અતિશય ફેરફાર થાય છે. વળી ગરમ પ્રવાહ તરફથી વાતા પવન ઠંડા પ્રદેશની હવા. હુંફાળી અને ભિનાશવાળી બનાવે છે. બ્રિટિશ ટાપુમાં શિયાળામાં ઓછી ઠંડી પડે છે તેનું કારણ એ છે કે “ગલ્ફસ્ટ્રીમ ” નામને ગરમ પાણીને પ્રવાહ તેના કિનારાને ધૂવે છે અને પવનથી હવા હુંફાળી થાય છે. સમુદ્રમાં વહેતા ઠંડા પ્રવાહની અસર એથી વિરુદ્ધ ચાય છે. પશ્ચિમ જાપાનની ગરમ હવા ઠંડા “યુરીલ’ પ્રવાહને લઈને માફક આવે તેવી બને છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહ કરતાં ઠંડા પ્રવાહની આબોહવા ઉપર અસર ઘણી ઓછી થાય છે. જમીન ઉપર વાતા પવન
વાતાવરણમાં ગરમી કે ઠંડી પ્રસારવામાં પવન અગત્યને ભાગ ભજવે છે. જમીન તરફથી વાતા પવનમાં ભિનાશ હોતી નથી, પણ જે પ્રદેશ ઉપર તે વાય છે તે જગ્યાનું હવામાન વધારે હંફાળું કે વધારે શીતળ બનાવે છે. ઉષ્ણ સમુદ્ર તરફથી વાતા પવન સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com