________________
-૧૨ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
પરિસ્થિતિ ઉપર ધણી અસર કરે છે. મહાસાગરાની જૂદી જૂદી રચના, ઉંડાઈ, ધનતા અને ઉષ્ણતામાન પ્રમાણે કુદરતી ઘટનામાં પણ ફેરફાર થાય છે. આર્કટીક મહાસાગરના જેવી અસરથી વિમુક્ત રહેલા પેસિઝીક મહાસાગરની સ્થિતિ આટલાન્ટીક મહાસાગરના કરતાં તદ્દન જુદીજ છે. વળી હિંદી મહાસાગર કે જે ત્રણે બાજુએ જમીનથી વીંટળાયેલા છે અને ઉષ્ણ કટિબંધમાં આવેલેા છે તેની સ્થિતિ અને મહાસાગર કરતાં જૂદી છે. હિંદી અને આટલાન્ટીક મહાસાગર ઉંડા અને ખડક રહીત છે. પરંતુ પેસિીક મહાસાગરમાં ખડક અને દ્વીપ બહુ આવેલા છે. સમુદ્રના પાણીની સરાસરી ધનતા, જ્યારે ઉષ્ણતામાન ૬૨ ડીગ્રી હેાય છે ત્યારે ૧૦૨૭૫ હેાય છે, અને જેટલે અંશે પાણીમાં ક્ષાર વધારે કે ઓછે। હાય છે તે પ્રમાણે બનતા વધે કે ઘટે છે. સમુદ્રના પાણીમાં ક્ષાર વધારે હોવાથી બાષ્પભવન કે શીતભવન જલ્દી થઈ શકતાં નથી. સમુદ્રની સપાટી ઉપરના પાણીમાં એકસીજન વધારે હોય છે અને ઉંડાણના ભાગમાં કાર)નીક એસીડ પુષ્કળ હેાય છે. જળાશયના પાણીના ઉષ્ણતાન માનમાં અક્ષાંશ ને ઋતુભેદ પ્રમાણે ફેરફાર થાય છે. પરંતુ ઉંડાણના ભાગમાં ઉષ્ણતામાન એછું થતું જાય છે. સમુદ્રના તળીયાની રચના પણ બહારની જમીનના જેવી હોય છે; કારણ કે ભૂગભક્ષાભાથી નીચે બેસી ગયેલા પૃથ્વીના સ્તરેાના તેએ બનેલા હોય છે. મહા સાગરમાં માલમ પડતી વિવિધ ઘટના પ્રાકૃતિક પરિસ્થિતિમાં ઘણા ફેરફાર કરે છે એટલુંજ નહિ પણ આખેહવા, પ્રાણી અને વનસ્પતિ ઉપર થાડી કે ઘણી અસર કરે છે.
મહાસાગરમાં ઉત્પન્ન થતાં મેાજા, ભરતીઓ અને પ્રવાહ પ્રાકૃતિક રચના ઉપર અસર કરે છે, એટલુ જ નહીં પણ આાહવામાં ફેરફાર કરે છે. સૂર્ય અને ચંદ્રના આકષ ણુથી ઉત્પન્ન થતા ભરતી કે આટ ઉષ્ણતામાન ઉપર અસર કરે છે અને કેટલાંક પ્રતિકૂળ બંદરાને અત્યંત લાભકર્તા થાય છે. મહાસાગરનાં વિવિધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com