________________
પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન
[ ૭ એટલું જ નહીં પણ વ્યવહારિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી કાર્ય છે. પૃથ્વીના પડ ઉપર આવેલા પર્વત કે સમુદથી જુદા પડેલા, જૂદી જૂદી આબેહવા અનુભવતા અને વિવિધ વનસ્પતિ, પ્રાણું અને ખનીજસંપત્તિવાળા જૂદા જૂદા દેશને માટે એક બીજા સાથે વ્યાપાર કરે કુદરતી રીતે ઘણો જ જરૂરી છે. વિશ્વની વિવિધ ઘટનાની વિચિત્રતાનું સકારણ સંશોધન કરવું તથા તેની ભિન્ન ભિન્ન પેદાશનું અવલોકન કરવું અથવા તે ટુંકામાં જે જે આપણું પૃથ્વીની સાથે સંબંધ ધરાવે છે તે તે તથા આપણી સગવડ અને જરૂરીયાત અને તેમને મેળવવા માટે નડતી અગવડો કે ભળતી અનુકૂળતાઓને અભ્યાસ કરે, એ જ પ્રાકૃતિક ભૂગોળ વિજ્ઞાનનું મુખ્ય તાત્પર્ય છે.
ભૌગોલિક અઘણને માટે જરૂરની અવલોકન અને અનુમાનશક્તિમાં. સંપ્રાપ્ત કરેલા જ્ઞાનના સમૂહમાં અને જૂદા જૂદા પ્રદેશના વર્ણનાત્મક વિવેચનથી સંતૃપ્ત થતી જીજ્ઞાસામાં આ વિષયની વૈજ્ઞાનિક ઉપયોગિતાને સમાવેશ થાય છે. અર્વાચીન આર્થિક યુગની આવશ્યક સંપત્તિ (વનસ્પતિ, પ્રાણી અને ખનીજ ) વિષેના જ્ઞાનથી અને જે જે પરિસ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે તેના તથા અન્ય વિભાગમાં તેમના ઉછેરની શકયતાના અભ્યાસથી કોઈ પણ પ્રદેશની આર્થિક કે વ્યાવહારિક અગત્ય ઘણી વધે છે. સમુદ્રના પવને અને પ્રવાહ ઉપર આધાર રાખતા નાવિકને, નવા પ્રદેશોમાં વસવાટ કરનારાને તથા ભૂમિશોધકને, નવી પેદારો કે નવા ગ્રાહકોની શોધમાં ફરતા
વ્યાપારીને, અન્ય પ્રદેશનાં પ્રાણુ ને વનસ્પતિને દેશમાં ઉછેરવા ઈચ્છતા પશુપાલક કે કૃષિકારને તથા તેમની વિવિધતા અને વિસ્તાર વિષે સંપૂર્ણ જ્ઞાન મેળવવા ઈચ્છતા જીવવિદ્યાના અભ્યાસીને અને શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર આબેહવા કે અન્ય કુદરતી ઘટનાની થતી અસર સમજવા ઇચ્છતા શરીરવિવાન કે માનસવિદ્યાના અભ્યાસીને પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com