________________
૪ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન વનસ્પતિથી ભરપૂર હોય છે? એક જ ખંડને એક વિભાગ ઉજજ અને વરસાદ વગરનો હોય છે ત્યારે બીજો વિભાગ શાથી પુષ્કળ વરસાદ અનુભવે છે? કેટલાક અક્ષાંશમાં પવને એક જ દિશામાં નિયમસર ફેંકાય છે ત્યારે બીજા અક્ષાંશમાં શા માટે તેઓ અનિયમિત રીતે વાય છે ? સાગરનો એક કાંઠે શાન્ત અને ભરતી રહિત હોય છે ત્યારે બીજા કાંઠા આગળ શાથી ભરતીઓ અને પ્રવાહે આવે છે? પૃથ્વીના અમુક ભાગમાં પ્રાણું અને વનસ્પતિ પુષ્કળ જેવામાં આવે છે; પરંતુ બીજા ભાગમાં તેઓ અનુકુળ આબેહવા મળતા છતાં શાથી વિનાશ પામે છે? પર્વતની તળેટીમાં વસતા લોકો ખેડુત હોય છે, પરંતુ હજાર ફુટ ઉંચે રહેતા
કે ભરવાડ કે પશુપાલકે કેમ હોય છે? જ્યારે એક દેશ વ્યાપારઉદ્યોગમાં, બુદ્ધિબળમાં કે માનસિક વિકાસમાં અગ્રેસર હોય છે ત્યારે તેના કરતાં વધારે ફળદ્રુપ બીજે દેશ શા માટે આળસુ, શાન્તિપ્રિય અને અર્ધસંસ્કૃત પ્રજાનું નિવાસસ્થાન છે? આ અને બીજા હજારો પ્રકને ભૌગેલિક અષકનું ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત પ્રશ્નોનું ચક્કસ અને સવિસ્તર વિવેચન કરવું એ વર્ણનાત્મક ભૂગોળનું કર્તવ્ય છે; પરંતુ એમનું નિયમપૂર્વક અને સકારણ નિરૂપણ કરવું એ પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનનું કર્તવ્ય છે. આ ઉપરથી સમજાશે કે ભૂગોળવિદ્યાના વિષયમાં પ્રાકૃતિક વિભાગ અતિ અગત્યને ભાગ ભજવે છે અને તેને આશય ઘણે ઉચ્ચ છે. આથી પ્રાકૃતિક ભૂગોળને કેટલાક ગ્રંથકારે અર્વાચીન ભૂગોળ” કહે છે, કારણ કે અર્વાચીન સમયમાં પ્રાકૃતિક ભૂગોળવિધાના અભ્યાસની ઉપયોગિતા વધતી જાય છે. પ્રાકૃતિક ભૂગોળને અન્ય વિજ્ઞાન સાથે સંબંધ
ભાગોલિક દૃષ્ટિએ અન્વેષણ સંપૂર્ણ થાય તથા પ્રાકૃતિક ભૂગોળનો ઉદ્દેશ પાર પડે તે માટે તેના અભ્યાસીને બીજા વૈજ્ઞાનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com