________________
દશવૈકાલિક સૂત્ર પિતાના માટે બનાવેલા આહારમાંથી, ગૃહરિએ આપેલા નિર્દોષ આહારને ગ્રહણ કરી, આજીવિકાને ચલાવીશું, પણ કોઈ જીવોની વિરાધના નહિ કરીએ. એ રીતે ભમરાની માફક થોડા થોડા આહારને લેતા થકા વિચરશું, ગૃહસ્થને ફરી આરંભ કરી આહાર નીપજાવવો પડે તે રીતે એક સ્થળેથી આહાર નહિ લઈએ. પરંતુ દાતારને દુ:ખ ન થાય, એ રીતે થોડા થોડા નિર્દોષ આહારની ગષણું કરતા સંયમમાં વિચરશું. महुगारसमा बुद्धा, जे भवति अणिस्सिया । ૧ ૨ ૩ ૪
૫ नाणापिंडरया दंता, तेण वुच्च ति साहुणोतिबेमि॥५॥
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ–ભમરા સમાન તત્ત્વની જાણ હોય છે નિશ્રાવગરના
૧ ૨ ૩ ૪ ૫ પ્રતિબંધ રહિત, મમત્વ રહિત, જુદા જુદા અથવા થોડા થોડા આહારમાં
આનંદ માનનારા ઈન્દ્રિય તથા મનને દમનારા તેને કહેવાય છે સાધુઓ
૧૦ ૧૧ ૧૨ એ પ્રકારે હું કહું છું.
૧૩ ૧૪
ભાવાર્થ-ઉપરોકત ભમરા સમાન, તત્વના જાણ કુલાદિના કોઈપણ પ્રતિબંધ રહિત, મમત્વ રહિત, જુદા જુદા ઘરમાંથી અથવા થોડા થોડા આહારને લેનારા, અભિગ્રહના ધારણ કરનારા,રસ વગરના આહારને લેનારા, ઇન્દ્રિય અને મનને દમનાર, આહાર સંબંધમાં ઉદવેગ નહિ રાખનારા, નિર્દોષ આહારને ગ્રહણ કરનારાને સાધુ કહીએ. એમ હું કહું છું.
કમ પુષ્પિકા નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત,