________________
૧૩૬
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ =એમ ગુણને અર્થી, ક્ષમા, દયાદિ ગુણને આચરનાર, અવિનય, ક્રોધ, હિંસાદિ અવગુણોને ત્યાગ કરનાર, શુદ્ધ સંયમનું પાલન કરનાર એ ગુણવંત સાધુ મરણાંત સુધી પાંચ મહાવ્રતરૂપ ચારિત્રને-સંવરને આરાધે છે.
आयरिए आराहेइ, समणे यावि तारिसो ।
गिहत्था वि ण पूयंति, जेण जाणति तारिस ॥४५॥
શબ્દાર્થ–આચાર્યને આરાધે સાધુઓને તેવા ગુણવંતસાધુને
ગૃહસ્થ પૂજે જે જાણે આચારવાળા ગુણવંતને.
ભાવાર્થ...આવા ગુણવાન સાધુઓ આચાર્ય, ઉપાધ્યાય તથા અન્ય સાધુઓની સેવા-વૈયાવચ્ચ કરે, આજ્ઞા પાળે, એવા ગુણવંત સાધુને જાણીને ગૃહસ્થ પણ તેમને પૂજે છે સેવા ભક્તિ કરે છે.
तव तेणे वय तेणे, रुव तेणे य जे नरे । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧૦ ૧૧ आयार भाव तेणे य, कुव्वई देवकिविसं ॥४६॥ '૭ ૮ ૯ ૧૨ ૧૩ શબ્દાર્થ –તપને ચોર વચનને ચેર રૂપનો ચેર આચાર ભાવને
ચોર જે સાધુ પામે કિહિવષી દેવપણાને. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ | ભાવાર્થ–તપને, વચનને, રૂપને, આચારને, સૂત્રાર્થને ચોર તે સાધુ ચારિત્રની વિરાધના કરીને મરણપછી બ્રહ્મચર્ય તથા જીવદયાના પાલન તથા દ્રવ્ય ચારિત્રની અપેક્ષાએ ઉપરના અવગુણે આશ્રી કિવીષી નામના હલકામાં હલકી કેટીના દેવોમાં ઉત્પન્ન થાય છે,