Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 345
________________ -૦૧૬ દશવૈકાલિક સૂત્ર ભાવાર્થતે માટે સાધુએ આચારમાં પરાક્રમ ફેરવીને સંયમસમાધિને સેવવી જોઈએ. ત્યાગી પુરૂષોની જે ચર્યા, (વિહાર મર્યાદા) ગુણ (મૂળગુણ ઉત્તરગુણ) અને આહારાદિ લેવાના નિયમો છે તે જાણુ સાધુએ તદનુસાર વર્તવું. ૪ अनिएयवासो समुयाणे-चरिया, .. નવરં$ પરિવજયા ચા अप्पोवही कलह-विवज्जणा य, विहार चरिया इसिणं पसत्था ॥ ५ ॥ ભાવાર્થ-ઋષિ-મુનિઓની નીચે કહ્યા પ્રમાણે વિહારની ચર્યા વખાણી છે. ૧. અનિયતવાસ-એક સ્થળે કાળ મર્યાદા જાળવીને રહેવું, ૨ સમુદાનચર્યા–જુદાં જુદાં ઘરમાંથી ભિક્ષા પ્રાપ્ત કરવી, ૩ અજ્ઞાત૭-અપરિચિત ગૃહમાંથી શુદ્ધ અલ્પ ભિક્ષા મેળવવી, ૪ એકાંત સ્થાન–સંયમ સચવાય એવી જગ્યાએ નિવાસ, ૫ અલ્પ ઉપાધિ -ઓછાં વપકરણો અને ૬ કલહ ત્યાગ, આ છે આચારસેવે. ૫ आइन्नओ-माण विवज्जणा य, ओसन्नदिठाहडभत्तपाणे । संसहकप्पेण चरिज्ज भिक्खू, तज्जायसंसह जई जइज्जा ॥६॥ | ભાવાર્થ-જે જગ્યાએ મનુષ્યોને ખૂબ કોળાહળ થતો હોય (કે જ્યાં જમણવાર હોય) અથવા જ્યાં સાધુનું અપમાન થતું હોય તેવું સ્થાન મુનિ છોડે, બહેરવા ન જાય. વળી ગૃહસ્થ બીજા મકાનમાંથી ખોરાક અને પાણી લાવી આપે ત્યારે તે ઘણું ખરું નજરે જોવાયેલું હોવાથી તે આહાર પાણું લેવાનું સાધુઓને ઉચિત છે. દાતા અનાજથી ખરડેલા હાથ અથવા ચમચાથી ખોરાક લાવેલ હોય તે જ ભિક્ષા લેવાને ઉપયોગ રાખે અને જે વાસણ ખરડાયેલ હેય તે વાસણથી તે જ વસ્તુ લેવા મુનિ યત્ન કરે. ૬ अमज्जम सासि अमच्छरीया, अभिक्खणं निविगई गया य । अभिकखणं जो काउस्सग्गकारी,सज्झायोगे पयओ हविज्जा॥७॥

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350