________________
૩૨૦
દશવૈકાલિક સૂત્ર
વ્યથી સદા જીવે છે. ખરેખર શ્રીમાન-બુદ્ધિમાન સપુરુષોએ આ આત્માને ઈંદ્રિય સહિત ખોટા રસ્તેથી જતાં બચાવવો. કારણ કે આત્મા સુરક્ષિત હશે તે સર્વ દુઃખમાંથી મુક્ત થશે અને અરક્ષિત હશે તો તેને જન્મ મરણનું ચક્ર ભમવું પડશે. માટે આત્માનું હંમેશાં સુસમાધિવંત સાધુએ ઈદ્રિય વડે રક્ષણ કરવું જોઈએ. ૧૫-૧૬
નેંધ –શાસનના નિયમોને અવગણીને સ્વછંદે એકલા વિહરવું, ગુરૂકુળવાસ છોડી એકલા અલગ વિચરવું, એ વિવિક્ત ચર્યા ન કહેવાય. એ એક ચર્યા નથી, પણ એકાંત ચર્યા છે.
| ઇતિ વિવિક્ત ચર્યા ! ઇતિ દશવૈકાલિક સૂત્ર સમાપ્ત