________________
૨૮૨
દશ વૈકાલિક સૂત્ર
સન્માન કરે છે. યત્નાએ કરી કન્યાને ઉછેરીને માતાપિતા તે કન્યાને
ગુણવાન ભરને દીએ તેમ ગુરુ પણ પિતાના શિષ્યને સૂત્રાર્થ
ભણાવીને આચાર્યપદે સ્થાપન કરે તેવા માન આપવાને યોગ્ય ગુરુને
- ૧૩
માને-માન આપે જિતેન્દ્રિય તપસ્વી સત્યમાં રક્ત એવો શિષ્ય-સાધુ ૯
૧૦ ૧૧ ૧૨ પૂજનિક બને છે. . ૧૪
ભાવાર્થ-જે કઈ સાધુ આચાર્ય આદિ મેટાને સત્કાર કરે છે, વિનય કરે છે, તે આચાર્ય આદિ શિષ્યોનું સન્માન કરે છે, અર્થાત તે શિષ્યને સદગુણનું શિક્ષણ આપી ઉંચ પદને યોગ્ય બનાવે છે, જેમાં માતાપિતા પોતાની પુત્રીઓને ગુણમાં વધારી પાળીપિષીને મોટી થતાં વસ્ત્ર ઘરેણાં આદિ સંપત્તિ સાથે ધર્મ પરાયણ વખાણવા લાયક ઘરમાં પતિને આપે છે, તેવી જ રીતે ગુરુપણ મૂળ ગુણ તથા ઉત્તર ગુણમાં શિષ્યને વધારીને ક્ષમા, આર્જવ, વિનય, સંતોષ અને જ્ઞાનરૂપી લક્ષ્મી આદિ ગુણોની વૃદ્ધિ કરાવી ગુણવાન અને
ગ્ય બનાવી આચાર્ય પદે સ્થાપન કરે છે. આવા ગુરુને શિષ્ય માન આપવું જોઈએ. તેમજ આવા વિનીત, જિતેન્દ્રિય, તપસ્વી. શિષ્ય ગુરુને વિનય કરનાર પૂજનિક બને છે.
तेंसिं गुरुण गुण सायराण,
सोच्चाण मेहावी सुभासियाई ।