________________
અધ્યયન ૬ ઠું
૧૭૫
- શબ્દાર્થ–સદા ઉપશાંત મમતા રહિત પરિગ્રહ રહિત પિતાને
તથા પરલેકને ઉપકારણ વિદ્યાયુક્ત યશસ્વી ઋષીશ્વર શરદઋતુના
પ્રશાંત નિર્મળ ચંદ્રમાની જેમ નિર્મળ, ભાવમળ રહિત શોભાયમાન
૮ ૯ ૧૦ મોક્ષને પામે વૈમાનિક દેવપણે ઉપજે છકાયના રક્ષણના કરનાર સાધુ ૨૧ ૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ-કેવા સાધુઓ મેક્ષમાં જાય તે બતાવે છે. સદા ઉપશાંત ભાવવાળા, જગતના કોઈ પદાર્થ પ્રત્યે કે પોતાના દેહ પ્રત્યે મમતા નથી, પરિગ્રહ રહિત, સ્વ, પર હિત ચિંતક, જ્ઞાની, યશસ્વી, શુદ્ધચારિત્રી, જેમ શરદઋતુને ચંદ્ર સોળ કળાએ પરિપૂર્ણ વાદળાના આચ્છાદન રહિત નિર્મળ હોય તેની માફક કર્મરૂપ વાદળથી રહિત, છકાયનું રક્ષણ કરનારા સાધુના સર્વ ગુણે કરી સહિત, દ્રવ્ય અને ભાવમળ રહિત આવા મુનિઓ મેક્ષમાં જાય છે. કદાચ શેષકર્મ રહ્યા હોય તો તેઓ વૈમાનિક દેવલોકમાં જાય છે. આમ શ્રી સુધમાં સ્વામીએ શ્રી અંબૂસ્વામી પ્રત્યે છઠા અધ્યયનનું ઉદાહરણ કહ્યું.
-
છઠું અધ્યયન સમા