________________
અધ્યયન ૪ થું
વસ્ત્ર પાત્ર આદિ તેઓને હાથ, પગ, લાકડે, લાકડાના કટકે, આંગલીએ, લખંડ આદિની સળીએ, સળીઓના સમૂહે કરીને તે સચિત્ત પૃથ્વી-માટી કે પત્થર ઉપર રેખા કરે નહિ. લીટી તાણે નહિ, તેને ખેદે નહિ, ઉખેડે નહિ, સંઘર્ષ ન કરે, ભાંગે નહિ, વારંવાર તેના ઉપર લીટી ન તાણે, ખોદે નહિ, ઉખેડે નહિ, સંઘર્ષ કરે નહિ, તેને વિદારે નહિ–ભાગે નહિ, ખોદે નહિ, એક સ્થળેથી બીજે સ્થળે નાંખે નહિ, સચિત્ત પૃથ્વી, પત્થર આદિને અન્ય પાસે ખોદાવવા નહિ, તેના ઉપર રેખા લીટી તણાવવા નહિ, સંઘર્ષ કરાવવો નહિ, તેને ભેદાવવા નહિ, એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવવા નહિ, અન્ય પિતાની મેળે લીટી તાણ હાય રેખા કરતો હોય, ખેદ હોય, ઉખાડતો હોય, સંઘર્ષ કરતો હોય, ભેદતો હેય, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતા હોય, એ રીતે વારંવાર ક્યિા કરતો હોય તે તેને અનુદે નહિ. હવે શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, હું પણ એ રીતે સત્ત પૃથ્વીકાયાના છને પીડા ઉત્પન્ન થાય તેવાં કાર્યો કરીશ નહિ તે જાવછવ સુધી ત્રિવિધે ત્રિવિધ મન-વચન-કાયાએ કરી પૃથ્વીકાયની હિંસા કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેમ કરનારને ભલું જાણુશ નહિ. પૂર્વે તેવાં કાર્યો કર્યા હોય તે પાપોથી પાછા હઠું છું. મારા આત્માની સાક્ષીએ નિંદું છું, ગુરુ સાક્ષીએ ગણું છું. આવા પાપકાર્યોથી–અધ્યવસાયથી મારા આત્માને નિવૃત્ત કરૂં છું.
અપકાયની હિંસાથી નિવૃત્ત થવા સંબંધે से भिक्खु वा भिक्खुणी वा संजय-विरय-पडिहय पच्चक्खाय-पावकम्मे दिया वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, से उदग