________________
૧૧૪
દશવૈકાલિક સૂત્ર | શબ્દાર્થ-દુર્લભ પ્રત્યુપકારની ઈચ્છા વિનાના દાતારનું કાર્ય
કર્યા વિના આહાર ગ્રહણ કરનાર દુર્લભ બંને સુગતિ પામે
ભાવાર્થ –કાંઈ પણ ઉપકાર કર્યા વિના–બલો લેવાની ઇચ્છા રહિત નિર્જરાની ભાવનાથી આહાર દેવા વાળા નિઃસ્વાથી દાતા દુર્લભ છે. તેમ મંત્ર તંત્રાદિ કરામત દેખાડ્યા વિના તથા કોઈપણ દાતારનું કાર્ય કર્યા વિના ભિક્ષા ગ્રહણ કરનાર આત્માથી સાધુ ધર્મપરાયણ રહી આહાર લેવા વાળા પણ દુર્લભ છે. મુધાદાયીનિષ્કામ ભાવે દાન આપનાર શ્રાવક તથા મોક્ષ માટે જ જીવનાર મુધાળવી સાધુઓ બને સુગતિમાં જાય છે.
શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે હે જંબૂ! ચરમ જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામીએ મને જેવો ઉપદેશ આપ્યો છે તેવો જ મેં તને કહ્યું છે.
(પાંચમા અધ્યયનને પહેલો ઉદેશ સમાપ્ત.)