________________
અધ્યયન ૪ થું
જ્યારે ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર ધર્મને સ્પર્શે ત્યારે મિથ્યાત્વદૃષ્ટિભાવમાં સંચિત કરેલા પાપ-સમૂહરૂપ કર્મરજને નાશ કરે છે. કર્મને ક્ષય કરે છે.
ગા. - ૨ જ્યારે મિથ્યા-દષ્ટિભાવમાં ગ્રહણ કરેલાં સંસારવર્ધક કર્મોને નાશ કરે છે, ત્યારે જગતના સર્વ જીવાજીવના પદાર્થોને તથા તેની પર્યાયોને જાણનાર કેવલજ્ઞાન અને કેવલ દર્શનને પામે છે. ગા. ૨૧
જ્યારે સર્વ વ્યાપી જ્ઞાન દર્શનને પામે છે, ત્યારે વીતરાગકેવલી ભગવાન લેકાલેકના સ્વરૂપને જાણે છે.
ગા. રર જ્યારે વીતરાગ-કેવલી ભગવાન લક-અલકને જાણે છે ત્યારે મન-વચન-કાયારૂપ યોગોને નિરોધ કરી શૈલેશદશાને પ્રાપ્ત કરે છે.
ગા. ૨૩ જ્યારે કેવલી ભગવાન ને રૂંધી, શૈલેશી દશાને પામે છે ત્યારે સકલ કમને ક્ષય કરી, કર્મરૂપી રજ રહિત બની મોક્ષને પ્રાપ્ત કરે છે શાશ્વત અને અનંતા સુખને પ્રાપ્ત કરે છે. ગા. ર4
જ્યારે સર્વ કમ ખપાવી, કરજ રહિત તથા શરીર રહિત બની મોક્ષે જાય છે, ત્યારે ત્રણે લોકના અગ્રભાગે–મસ્તકે જઈ ત્યાં સિદ્ધ ભગવાન રૂપે બીરાજમાન થઈ શાશ્વત અને અનંતા સુખ ભોગવતાં સાદિ અપર્યાવસિત રહે છે ( જ્યાં ફરી જન્મ લેવાને રહે નથી).
ગા. ૨૫ सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसाइस्स।
उच्छोलणा पहोयस्स, दुल्लहा सुगइ तारिसगस्स ॥२६॥
૬ ૭ ૮ શબ્દાર્થ–સુખના ભોગવનારને દ્રવ્યસાધુને સુખના માટે આકુલ
૫
દવે. સૂ. ૫